ETV Bharat / entertainment

Aryan khan drug case: NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસની મોહલત

author img

By

Published : Apr 1, 2022, 12:37 PM IST

આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan khan drug case) માં ચાર્જશીટ (Aryan khan drug case chargsheet) દાખલ કરવા માટે NCBને વધુ બે મહિનાનો સમય મળ્યો છે, જ્યારે NCBએ 2 એપ્રિલના રોજ ચાર્જશીટ દાખલ કરવાની હતી.

Aryan khan drug case: NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસની મોહલત
Aryan khan drug case: NCBને ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસની મોહલત

ન્યૂઝ ડેસ્ક: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ (Aryan khan drug case chargsheet) કરવા માટે હવે 60 દિવસનો વધુ સમય મળી ગયો છે. મુંબઈની વિશેષ NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કોર્ટમાં સુનાવણી દરમિયાન NCBએ 90 દિવસનો સમય માંગ્યો હતો. જોકે કોર્ટે એનસીબીને માત્ર બે મહિના એટલે કે 60 દિવસનો સમય આપ્યો છે. અગાઉ આ કેસમાં (Aryan khan drug case) NCBએ 2 એપ્રિલ સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની હતી.

SIT ટીમે કોર્ટ સમક્ષ ચાર તથ્યોને ધ્યાનમાં રાખી: રિપોર્ટ અનુસાર, NCBની SIT ટીમે કોર્ટ સમક્ષ ચાર તથ્યોને ધ્યાનમાં રાખીને ચાર્જશીટ દાખલ કરવા માટે વધુ સમય માંગ્યો હતો. જેમાંથી એક હકીકત જણાવે છે કે આ કેસમાં પકડાયેલા 20 આરોપીઓ અલગ-અલગ વિસ્તારના છે અને SIT તે તમામના નિવેદનો નોંધવાની પ્રક્રિયામાં છે. ઘણા આરોપીઓ સમયસર તપાસ માટે આવ્યા ન હતા, જેના કારણે તેમાં વિલંબ થયો હતો.

આ પણ વાંચો: Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ

5 કરોડ રૂપિયાની લાંચની ફોન પર વાતચીત: એસઆઈટીએ એ પણ જણાવ્યું કે કિરણ પી ગોસાવીની હજુ સુધી સંપૂર્ણ તપાસ કરવાની બાકી છે, જેની આર્યન ખાન સાથેની તસવીર વાયરલ થઈ હતી. સાથે જ સાક્ષી પ્રભાકર સેલની પણ પૂછપરછ કરવી છે, જેમણે આરોપ મૂક્યો હતો કે તેણે 25 કરોડ રૂપિયાની લાંચની ફોન પર વાતચીત સાંભળી હતી. ડિસેમ્બરમાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, "તેમને ક્રૂઝ કેસમાં ડ્રગ્સના સંબંધમાં જબ્બરદસ્તી પૂર્વક વસૂલીના પુરાવા મળ્યા નથી, જેમાં સ્ટાર કિડની ધરપકડ કરવામાં આવી હતી".

આ મામલે આર્યન ખાન 20થી વધુ દિવસ જેલમાં રહ્યો: ગત વર્ષે 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર ચાલી રહેલી ડ્રગ પાર્ટી પર એનસીબીની એક વિશેષ ટીમે તત્કાલિન NCB ઝોનલ ઓફિસર સમીર વાનખેડેના નેતૃત્વમાં દરોડો પાડ્યા હતા. અહીંથી આર્યન ખાન સહિત ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ સુધી આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં 20 દિવસથી વધુ સમય પસાર કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: The kashmir Files: 'ધ કાશમીર ફાઇલ્સ'નો જાદુ યથાવત, અનુપમ ખેરની કરવામાં આવી રહી છે પૂજા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.