હૈદરાબાદ દેશભરમાં પ્રખ્યાત હરિયાણવી ડાન્સર સપના ચૌધરીના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ચાર વર્ષ જૂના કેસમાં (Sapna Chaudhary case) સપના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી (ARREST WARRANT ISSUED AGAINST SAPNA CHAUDHARY) કરવામાં આવ્યું છે. નૃત્યાંગના પર આરોપ છે કે તે એક ઈવેન્ટ માટે પૂરી ફી લીધા પછી પણ ન ગઈ.
આ પણ વાંચો KK Birth Anniversary પર તેની દિકરીએ ભાવાત્મક પોસ્ટ શેર કરી
સપના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી લખનઉની SJM કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે સપના ચૌધરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે. નોંધનીય છે કે અગાઉ 18 નવેમ્બર 2021ના રોજ સપના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
શોમાં ન આવવા અને પૈસા પડાવી લેવાનો આરોપ કોર્ટના આદેશ અનુસાર હવે આ કેસની આગામી સુનાવણી 30 ઓગસ્ટે થશે. આ કેસમાં 13 ઓક્ટોબર 2018ના રોજ સપના ચૌધરી વિરુદ્ધ લખનઉના આશિયાના પોલીસ સ્ટેશન (Asiana Police Station)માં FIR નોંધવામાં આવી હતી. શોના આયોજકોએ સપના ચૌધરી પર શોમાં ન આવવા અને પૈસા પડાવી લેવાનો આરોપ લગાવ્યો છે.
ટિકિટ પ્રતિ વ્યક્તિ 300 રૂપિયામાં વેચાઈ ખરેખર, 13 ઓક્ટોબર 2018ના શેડ્યૂલ મુજબ સપના ચૌધરી શોમાં આવવાની હતી. આ શોનો સમય બપોરે 3 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો હતો. આ શોની ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ પ્રતિ વ્યક્તિ 300 રૂપિયામાં વેચાઈ હતી.
આ પણ વાંચો સાઉથના સ્ટાર ચિરંજીવી અને સલમાનની ફિલ્મ ગોડ ફાધરનું ટીઝર રિલીઝ
સપના ચૌધરીની ડિસ્ચાર્જ અરજીને ફગાવી તે જ સમયે, સપના ચૌધરી શોમાં ન આવી અને દર્શકોએ ભારે હંગામો મચાવ્યો હતો. આ પછી લોકોએ તેમની ટિકિટના પૈસા પાછા માંગ્યા પરંતુ આપવામાં આવ્યા ન હતા. તે જ સમયે, આ કેસમાં, કોર્ટે 4 સપ્ટેમ્બર 2021 ના રોજ સપના ચૌધરીની ડિસ્ચાર્જ અરજીને પણ ફગાવી દીધી છે.