ETV Bharat / entertainment

Girlfriend Gabriella: અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ પ્રેગ્નેન્ટ, સુંદર ડ્રેસમાં જોવા મળ્યો બેબી બમ્પ - ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સ

બોલિવૂડના શાનદાર અભિનેતા અર્જુન રામપાલ ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યા છે. તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડે તેના બેબી બમ્પને સુંદર ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો હતો. આ સાથે અર્જુન રામપાલે પ્રતિક્રિયા સ્વરુપે પ્રેમ વ્યક્ત કર્યો છે. કલાકારો આ ખુશીના અવસર પર તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યાં છે.

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ પ્રેગ્નેન્ટ, સુંદર ડ્રેસમાં જોવા મળ્યો બેબી બમ્પ

author img

By

Published : Apr 29, 2023, 4:05 PM IST

મુંબઈઃ સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંના એક અર્જુન રામપાલ ભલે ફિલ્મથી દૂર હોય, પરંતુ તે પોતાના પરિવાર સાથે વૈભવી જીવન જીવી રહ્યા છે. સમય સમય પર અભિનેતા તેના પરિવાર સાથે એન્જોયની સુંદર તસવીર શેર કરે છે. પોતાની પહેલી પત્નીથી અલગ થયા બાદ અર્જુન રામપાલ વિદેશી મોડલ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે લાંબા સમયથી રિલેશનશિપમાં છે અને આ સંબંધથી તેને એક પુત્ર પણ છે. હવે ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ફરીથી માતા બનવા જઈ રહી છે. ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સુંદર ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ પણ વાંચો: Alia Bhatt Spotted: આલિયા ભટ્ટ મેટ ગાલા ડેબ્યૂ માટે રવાના થઈ, જુઓ વીડિયો

અર્જુન રામપાલે વ્યક્ત કર્યો પ્રેમ: આ તસવીર શેર કરતા દક્ષિણ આફ્રિકાની આ મોડલે કેપ્શનમાં લખ્યું, સત્ય કે AI ? હવે અભિનેત્રીની આ ગુડ ન્યૂઝ પોસ્ટ પર તેના ફેન્સ અને સેલેબ્સ તેને જોરદાર અભિનંદન આપી રહ્યા છે. ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સના બોયફ્રેન્ડ અને એક્ટર અર્જુન રામપાલે તેની ગર્લફ્રેન્ડની આ પોસ્ટ પર બે રેડ હાર્ટ ઇમોજી શેર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

કલાકારોએ પાઠવ્યા અભિનંદન: સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલે ગ્રેબિએલા ડેમેટ્રિએડ્સની આ પોસ્ટ પર ''અભિનંદન'' લખ્યું છે. સિંઘ ઇન્જ બ્લિંગ અને રોબોટ જેવી ફિલ્મની અભિનેત્રી એમી જેક્સને મોડલને અભિનંદન પાઠવ્યા અને લખ્યું, ''ઓ માય લવ, હું તમારા અને તમારા પરિવાર માટે ખૂબ જ ખુશ છું.'' બોલિવૂડની સુપર ડાન્સર મલાઈકા અરોરાની નાની બહેન અમૃતા અરોરાએ આ સારા સમાચાર પોસ્ટ પર દિલની ઇમોજી શેર કરી છે.

આ પણ વાચો: Irrfan Khan Death Anniversary: નિધનના ત્રણ વર્ષ પછી પણ મિત્રો, સહકર્મીઓ કહે છે કે, ઈરફાન હજુ પણ યાદોમાં જીવે છે

અર્જુન અને ગ્રેબિએલાની મુલાકાત: અર્જુન અને ગ્રેબિએલા છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં છે. આ સંબંધથી દંપતીને એક પુત્ર પણ છે. ગયા વર્ષે અર્જુન કપૂરે પણ ગ્રેબિએલા સાથેના સંબંધના 4 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી હતી. બંને એક મિત્રની પાર્ટીમાં મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.