ETV Bharat / entertainment

Best Child Artist Award: 69 નેશનલ એવોર્ડમાં જામનગરના ભાવિન રબારીએ વગાડ્યો ડંકો, છેલ્લો શો મૂવીનો છે હીરો - બેસ્ટ રાષ્ટ્રીય એવોર્ડ

તાજેતરમાં જાનગરના બાળક ભાવિન રબારી 'છેલ્લો શો' ફિલ્મને લઈને ખુબ જ ચર્ચામાં છે. દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટરમાં 69માં રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મ એવોર્ડ, જ્યારે ભાવિન રબારીને બેસ્ટ ચાઈલ્ડ એવોર્ડની જાહેરાત થઈ છે.

69 નેશનલ એવોર્ડમાં જામનગરના ભાવિન રબારીએ વગાડ્યો ડંકો

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 5:28 PM IST

69 નેશનલ એવોર્ડમાં જામનગરના ભાવિન રબારીએ વગાડ્યો ડંકો, છેલ્લો શો મૂવીનો છે હીરો

જામનગર: જામનગરની ભાગોળે આવેલા વસઈ ગામમાં સામાન્ય પરિવારમાં ઉછરેલો ભાવિન રબારી છેલ્લો શો મુવીમાં લીડ રોલ કર્યા બાદ આ મુવી ઓસ્કરમાં નોમિનેટ થઈ હતી. જામનગરની સરકારી સ્કૂલમાં ભણતા ત્રણ વિદ્યાર્થીઓને છેલ્લો શો મુવીમાં એક્ટિંગ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં ભાવિન રબારી આ મુવીમાં મેઈન રોલ કર્યા બાદ સૌ કોઈ તેમના અભિનયના વખાણ કરી રહ્યા છે.

ઓસ્કરમાં નોમિનેશન ફિલ્મ છેલ્લો શો: માત્ર પાંચ ધોરણમાં અભ્યાસ કરતો ભાવિન કોરોના સમયમાં છેલ્લો શો મૂવીમાં કામ કરી રહ્યો હતો અને એકાએક મુવીનું ઓસ્કરમાં નોમિનેશન થતા સમગ્ર દેશમાં ભાવિન રબારી અને તેમની ટીમની નોંધ લેવાઈ હતી. જેમાં જામનગરના રાહુલ નામના યુવકનું મુવી પૂર્ણ થયા બાદ કેન્સરની બીમારીના કારણે મોત નિપજ્યું હતું. ખાસ કરીને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી સ્કૂલમાં ભણતો ભાવિન છેલ્લો શો મુવીમાં ઉમદા એક્ટિંગ કરતાં ઓસ્કર નોમિનેટ વખતે તેમણે યુએસની પણ યાત્રા કરી હતી.

69માં નેશનલ એવોર્ડની જાહેરાત: તો મુંબઈમાં અમિતાભ બચ્ચનથી લઈને સલમાન ખાન અને વિવિધ હીરો હીરોઇનો ને મળ્યો હતો. ભાવિન રબારી નાનપણથી એક્ટર બનવા માંગતો હતો સાથે સાથે સારું એવું ક્રિકેટ પણ રમે છે હાલ તે જામનગરની મોદી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. 69માં નેશનલ એવોર્ડની જાહેરાત કરાઈ છે જેમાં ભાવિન રબારી ને બેસ્ટ બાળ કલાકાર તરીકેનો એવોર્ડ મળ્યો છે જેની નોંધ બોલીવુડમાં લેવાય છે.

ભાવિન રબારીએ નેશનલ એવોર્ડ જિત્યો: ભાવિન રબારી બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પોતાના રોલ મોડલ માને છે અને ફિલ્મ ક્ષેત્રમાં તેઓ પોતાનું નામ કમાવા માંગે છે. આ ઓસ્કાર નોમિનેટ છેલ્લો શો મુવીની નોંધ અનેક જગ્યાએ લેવાય છે, ત્યારે તેના લીડરોલ કરનાર ભાવિન રબારીને નેશનલ એવોર્ડ મળતા અશોક કોઈ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

  1. Shah Rukh Khan: દુનિયાના ટોપ સૌથી અમિર અભિનેતાઓમાં શાહરુખ ખાન ચોથા સ્થાને, ટોમ ક્રૂઝને પાછળ છોડી દિધા
  2. 69th National Film Awards: આલિયા ભટ્ટે કૃતિ સેનનને પુરસ્કાર માટે અભિનંદન પાઠવ્યાં, ઈમોશનલ પોસ્ટ કરી શેર
  3. Salman Khan In Bangladesh: બાંગલા દેશમાં રિલીઝ થશે 'કિસી કા ભાઈ કિસી કી જાન', સલમાન ખાને પોસ્ટ શેર કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.