મુંબઈ: સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ' એ તેની રિલીઝના પ્રથમ સાત દિવસમાં બોક્સ ઓફિસ પર ધમલા મચાવી દિધી છે. ભારતમાં રુપિયા 338.46 કરોડના પ્રભાવશાળી નેટ કલેક્શન સાથે અને વિશ્વભરમાં રુપિયા 500 કરોડના આંકને વટાવીને, ફિલ્મે તેની મનોરંજક કહાની અને અદભૂત એક્શન વડે દુનિયા ભરમાં ડંકો વગાડ્યો છે. ચાલો જાણીએ કે ફિલ્મ સાતમા દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કલેક્શન કરી શકે છે.
હિન્દી સિનેમામાં સૌથી મોટી એડવાન્સ બુકિંગ ફિલ્મ: ફિલ્મે રિલીઝના દિવસથી જ સારી શરૂઆત કરી છે. તે હિન્દી સિનેમામાં ચોથી સૌથી મોટી એડવાન્સ બુકિંગ અને 2023 માટે 'જવાન' અને 'પઠાણ' પછી ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની છે. 'એનિમલ' એ ભારતમાં 6 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઈતિહાસ રચ્યો છે. દુનિયાભરના કલેક્શન પર નજર કરીએ તો ફિલ્મે 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાતમા દિવસે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન રુપિયા 25.50 કરોડ થવાનો અંદાજ છે. ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે.
એનિમલની સ્ટારકાસ્ટ: ફિલ્મની સ્ટાર કાસ્ટમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરીનો સમાવેશ થાય છે. આ ફિલ્મ વિકી કૌશલની 'સામ બહાદુર' સાથે 1 ડિસેમ્બરે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી. સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મો વચ્ચે ક્લેશ હોવા છતાં રણબીરની ફિલ્મે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે.
આ પણ વાંચો: