હૈદરાબાદ: શ્વેતા બચ્ચન નંદાની પુત્રી નવ્યા નવેલી નંદા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ગણેશપુરા ગામમાં સ્થાનિક મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને મહિલાઓએ પુષ્પ આપી સ્વાગત કર્યું હતું. આ અંગેનો એક વીડિયો નવ્યાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં નવ્યા ગામણામાં કૃષિ વિસ્તારમાં મહિલાઓ સાથે જોઈ શકાય છે. આ દરમિયાન નવ્યા પોતે ડ્રેક્ટર ચલાવતી જોઈ શકાય છે. ડ્રેક્ટર ચલાવતી વખતે 'કોન દિશા મે લેકે ચલા રે બટોહિયા' ગીત સાંભળવા મળે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નવ્યાએ ચલાવ્યું ટ્રેક્ટર: મોસ્ટ યુનિક સેલિબ્રિટી કિડ' તરીકે નવ્યા નંદા પ્રખ્યાત છે. નવ્યા નંદા મહિલાઓ દ્વારા સંચાલિત હેલ્થ ટેક કંપની આરા હેલ્થની સહ-સ્થાપક છે. નવ્યા ઘણી ઈવેન્ટની તસવીર અને વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તારીખ 20 મેના રોજ નવ્યાએ ગુજરાતમાં સ્થાનિક ગામણાની મહિલાઓ સાથે મુલાકાત દરમિયાન ટ્રેક્ટર ચલાવ્યું હતું. વૃક્ષો અને ખેતર પણ સાથે હરિયાળી જોવા મળે છે.
આ પણ વાંચો:
નવ્યા નંદાનો લુક: નવ્યા નંદાએ મહિલા ટીમની મુલાકાત દરમિયાન વ્હાઈટ પ્રિન્ટેટ કર્તા પહેર્યો હતો. તે ખુલ્લા વાળમાં સિમ્પલ ડ્રેસમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે. નવ્યા આયોજીત મહિલાઓ સાથે વૃક્ષ નિચે ખાટલા રક બસેલી જોઈ શકાય છે. તેમની આસપાસ સ્થાનિક મહિલાઓની ટિમ જોવા મળે છે. આયોજિત મિટિંમાં મહિલાઓ સાથે નવ્યા ચર્ચા કરી રહી છે.
નવ્યાની પોસ્ટ શેર: આ પોસ્ટ શેર કરીને નવ્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, 'ગણેશપુરા ગુજરાત.' આ સાથે તેમણે વૃક્ષની ડાળખી, ટ્રેક્ટર અને હાર્ટનું ઈમોજીસ શેર કર્યું છે. આ પોસ્ટ પર ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે. જેમાં એક યુઝરે લખ્યું છે કે, ''આ ખૂબ સુંદર છે. તમારા સાહસો અને તમે જે કામ કરો છો તેને પ્રેમ કરો. ઉપરાંત, તે ક્ષણ જ્યાં તમને સ્ત્રી દ્વારા ફૂલ પ્રાપ્ત થયું હતું. તેથી કિંમતી છે. બીજ યુઝરે કોમન્ટ કરી છે કે, ''સરસ કામ. તમે નવી વસ્તુઓ અજમાવતા રહો તે જોઈને આનંદ થયો. (તે જોખમી પણ મજાનું છે). શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે.''