ETV Bharat / entertainment

Amitabh Bachchan: પોતાનો ફોટો શેર કરીને બિગ બીએ પૂછ્યું- ટોપી પાછળ શું છે ? ચાહકે કહ્યું- 'ડોન' - સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચન

બિગ બીએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરીને પૂછ્યું કે, કેપ પાછળ શું છે ? હવે તેને યુઝર્સ તરફથી ખૂબ જ વિચિત્ર જવાબો મળી રહ્યા છે. અમિતાભ બચ્ચન ઘણી વાર રમૂજી પોસ્ટ કરતા હોય છે. આ વખતે એવી પોસ્ટ કરી છે, જેને જોઈને ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે.

પોતાનો ફોટો શેર કરીને બિગ બીએ પૂછ્યું- ટોપી પાછળ શું છે ? ચાહકે કહ્યું- 'ડોન'

author img

By

Published : Jun 13, 2023, 5:06 PM IST

મુંબઈઃ સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સનું મનોરંજન કરતા રહે છે. બિગ બી તે સ્ટાર્સમાંથી એક છે, જે મોટાભાગે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટ થવું અમિતાભ માટે નવી વાત નથી. બિગ બીની ઘણી એવી પોસ્ટ છે, જેમાં તેઓ પોતાના ફેન્સ સાથે સીધા જોડાય છે. હવે બિગ બીએ તેમના ફેન્સના નામે વધુ એક પોસ્ટ શેર કરી છે.

બિગ બની રમૂજી પોસ્ટ: આ પોસ્ટમાં બિગ બીએ ખૂબ જ મજેદાર અંદાજમાં ચાહકોને આડે હાથ લીધા છે. બિગ બીએ પોતાની પોસ્ટમાં એક તસવીર પણ શેર કરી છે, જે ખૂબ જ ફની છે. પોતાની નવી પોસ્ટમાં અમિતાભ બચ્ચન પોતાનો ચહેરો છુપાવીને કેપને પૂછી રહ્યા છે, કેપની પાછળ શું છે ? બિગ બીની પોસ્ટનું કેપ્શન પણ આ જ છે. હવે બિગ બીના ફેન્સ આ તસવીર પર લાઈક બટન દબાવી રહ્યા છે.

ચાહકોની પ્રિતિક્રિયા: ચાહકો કહી રહ્યા છે કે, 'કેપની પાછળ બાદશાહ છે.' એક ચાહકે લખ્યું કે, 'બચ્ચન સરના સ્વેગની નકલ કોઈ કરી શકે નહીં.'અન્ય એક ચાહકે લખ્યું છે કે, 'ટોપીની પાછળ એક એવી વ્યક્તિ છે જેને દરેક પસંદ કરે છે.' અન્ય એક ચાહકે કેપની પાછળ નસીબ બદલતા KBC ના હોસ્ટ વિશે લખ્યું. એકે લખ્યું છે કે, 'કેપની પાછળ એક ડોન છે.'

અમિતાભ બચ્ચનનો વર્કફ્રન્ટ: બિગ બીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ છેલ્લે ફિલ્મ ગુડબાયમાં જોવા મળ્યા હતા. હાલમાં બિગ બી તેમની આગામી પાન ઈન્ડિયા ફિલ્મ 'પ્રોજેક્ટ K'ને લઈને ચર્ચામાં છે. નાગ અશ્વિનની આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણ મુખ્ય જોડીમાં જોવા મળશે. આ ફિલ્મ તારીખ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.

  1. Disha patani: દિશા પટનીનો 31મો જન્મદિવસ, અહિં જુઓ તેમની ફિટનેસ ફોટોસ
  2. Sonam Kapoor Birthday: આનંદ આહુજાએ સોનમ કપૂર પર પ્રેમ વરસાવ્યો, અનિલ કપૂરે ભાવનાત્મક નોંધ લખી
  3. The Archies: 'ધ આર્ચીઝ' માટે સુહાના ખાન બ્રાઝિલ જવા રવાના, આલિયા ભટ્ટ આપશે સરપ્રાઈઝ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.