હૈદરાબાદઃ 3 જૂનના રોજ અક્ષય કુમાર અને મિસ વર્લ્ડ (2017) માનુષી છિલ્લરની ડેબ્યૂ ફિલ્મ 'પૃથ્વીરાજ' રિલીઝ (Prithviraj release date) થવા જઈ રહી છે. ફિલ્મની રિલીઝ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ આ ફિલ્મ (Amit Shah special screening of Prithviraj ) નિહાળશે. ફિલ્મના દિગ્દર્શક ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ મીડિયા સાથે આ માહિતી શેર કરી છે. દિગ્દર્શકે જણાવ્યું છે કે ફિલ્મનું સ્ક્રીનિંગ 1 જૂને ગૃહપ્રધાન માટે રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સમ્રાટ પૃથ્વીરાજની ભૂમિકામાં હશે.
આ પણ વાંચો: 'ભૂલ ભુલૈયા 2' એ માત્ર ત્રણ દિવસમાં કરી અધધ કમાણી, જાણો કેટલાનો બનાવ્યો નવો રેકોર્ડ
પૃથ્વીરાજ ચૌહાણના ગૌરવપૂર્ણ જીવન પર બનેલી ફિલ્મ: ફિલ્મ નિર્માતાએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'આ અમારા માટે સન્માનની વાત છે કે માનનીય ગૃહપ્રધાન અમિત શાહ જી દેશના ઈતિહાસના સૌથી પરાક્રમી પુત્રો પૈકીના એક પૃથ્વીરાજ ચૌહાણના ગૌરવપૂર્ણ જીવન પર બનેલી ફિલ્મના સાક્ષી બનવા જઈ રહ્યા છે. જેઓએ દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.
'પૃથ્વીરાજ'નું સ્ક્રિનિંગ ક્યાં રાખવામાં આવ્યું: ગૃહપ્રધાન અમિત શાહ માટે ફિલ્મ 'પૃથ્વીરાજ'નું સ્ક્રિનિંગ ક્યાં રાખવામાં આવ્યું છે તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, દ્વિવેદી 1991માં પ્રસારિત થયેલા ટીવી શો 'ચાણક્ય' અને ભાગલા પર આધારિત ફિલ્મ 'પિંજર' (2003)ના નિર્દેશન માટે પ્રખ્યાત છે.
ફિલ્મ વિવાદોમાં છે: ફિલ્મ રિલીઝ થવામાં એક સપ્તાહ બાકી છે અને તે વિવાદોમાં ફસાઈ ગઈ છે. વાસ્તવમાં રાજસ્થાનમાં ગુર્જર સમુદાયે 'પૃથ્વીરાજ'નું પ્રદર્શન રોકવાની ધમકી આપી હતી અને હવે કરણી સેના ફિલ્મનો વિરોધ કરી રહી છે.
આ પણ વાંચો: 'Stop raping us': યુક્રેનમાં જાતીય હિંસાનો વિરોધ કરવા ટોપલેસ મહિલાએ કાન્સના રેડ કાર્પેટ પર તોફાન કર્યું
ફિલ્મનું ટાઇટલ બદલવાની જોરદાર માંગણી: કરણી સેનાએ અક્ષય કુમારની ફિલ્મનું ટાઇટલ બદલવાની જોરદાર માંગણી કરી છે. કરણી સેનાએ ફિલ્મનું નામ 'પૃથ્વીરાજ'થી બદલીને 'સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ' કરવાની માંગ કરી છે.