ETV Bharat / entertainment

Prayag Raj Passes Away : 'અમર અકબર એન્થોની'ના લેખક પ્રયાગ રાજનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ - લેખક અમર અકબર એન્થોનીનું નિધન

અમિતાભ બચ્ચન, ઋષિ કપૂર અને વિનોદ ખન્ના અભિનીત સુપરહિટ ફિલ્મ 'અમર અકબર એન્થોની'ના લેખક પ્રયાગ રાજનું નિધન થયું હતું, તેમણે 88 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું. આ દરમિયાન ફિલ્મ જગતના કલાકારોએ શોક વ્યક્ત કર્યો હતો.

અમર અકબર એન્થનીના લેખક પ્રયાગ રાજનું નિધન, 88 વર્ષની વયે લાધા અંતિમ શ્વાસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 25, 2023, 9:56 AM IST

મુંબઈ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીને 'અમર અકબર એન્થોની' જેવી હિટ ફિલ્મ આપનાર વરિષ્ઠ પટકથા લેખક પ્રયાગ રાજનું અવસાન થયું હતું. વય સંબંધિત સમસ્યાઓને કારણે 88 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સ્ટારર 'અમર અકબર એન્થોની', 'નસીબ' અને 'કુલી' જેવી ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવા માટે જાણીતા છે. તેમના પુત્ર આદિત્યના જણાવ્યા અનુસાર, લેખકનું શનિવારે સાંજે તેમના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને નિધન થયું હતું.

અમર અકબર એન્થોનીના લેખક પ્રયાગ રાજનું નિધન: આદિત્યએ જણાવ્યું હતું કે, તેમનું શનિવારે 4 વાગ્યે બાંદ્રા ખાતે તેમના નિવાસ્થાને અવસાન થયું હતું. તેઓ છેલ્લા 8 થી 10 વર્ષની વિવિધ રોગોથી પીડિત હતા, જેમાં હ્રુદય રોગ અને વય સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. પ્રયાગ રાજે બચ્ચનની 'નસીબ', 'સુહાગ', 'મર્દ'ની સ્ટોરી લખી હતી. એક લેખક તરીકે તેમણે 100 થી વધુ ફિલ્મોની સ્ટોરી લખી હતી. જ્યારે કેટલીક ફિલ્મો માટે ગીતો પણ લખ્યા છે.

પ્રયાગ રાજના અંતિમ સંસ્કાર: રાજેશ ખન્નાની 'રોટી', ધર્મેન્દ્ર અને જીતેન્દ્રની 'ધરમ વીર', 'અમર અકબર એન્થોની'ની સ્ક્રીપ્ટમાં યોગદાન આપવા ઉપરાંત તેમણે બચ્ચન, રજનીકાંત અને કમલ હાસન અભિનીત 'ગિરફ્તાર'ની સ્ટોરી પણ લખી હતી. લેખક તરીકે તેમની છેલ્લી ફિલ્મ 'જમાનત' હતી, જે રિલીઝ થઈ ન હતી. આ ફિલ્મનું નિર્દેશન એસ. રામનાથ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક સ્થિત સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. જેમાં તેમના પરિવાર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોએ ભાગ લીધો હતો.

આ કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી: અમિતાભ બચ્ચને તેમના અંગત બ્લોગ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વરિષ્ઠ અભિનેતાએ રવિવારે કહ્યું હતું કે, ''ગઈ કાલે અમે મહાન ફિલ્મ ઉદ્યોગનો બીજો સ્તંભ ગુમાવ્યો.'' પ્રયાગ રાજ લિખિત 'હિફાઝત'માં કામ કરનાર અભિનેતા અનિલ કપૂરે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના વ્યક્ત કરી હતી. 'અમર અકબર એન્થોની'માં કામ કરી ચૂકેલી જાણીતી અભિનેત્રી શબાના આઝમીએ પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ''રાજના નિધનના સમાચાર સાંભળીને મને દુખ થયું છે.''

  1. Parineeti Raghav Wedding: બોલિવુડને રાજકારણ સાથે પ્રેમ થયો, પરિણીતી-રાઘવ સહિત આ સ્ટાર્સે એકબીજાનો હાથ પકડ્યો
  2. Parineeti Raghav Chadha Sangeet: સંગીત સેરેમનીમાંથી પરિણીતી રાઘવની પહેલી તસવીર સામે આવી, જુઓ કપલની શાનદાર ઝલક
  3. Parineeti And Raghav Are Married: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાયા, લગ્નની પ્રથમ તસવીર આવી સામે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.