ETV Bharat / entertainment

Allu Arjun movie Jawan: અલ્લુ અર્જુને નકારી શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન', જાણો શું કારણ - શહરુખ ખાનની ફિલ્મ જવાન

તારીખ જવાન એક પાન ઈન્ડિયા ફિલ્મ છે. આ ફિલ્મ હિન્દી સિવાય તેલુગુ, કન્નડ મલયાલમ અને તમિલ ભાષાઓમાં તારીખ 2 જૂન 2023માં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ સાથે અલ્લુ અર્જુન બોલિવુડમાં ડેબ્યું કરવાના હતાં. પરંતુ હાલ મળતી માહિતી મુજબ અલ્લુ અર્જને આ ફિલ્મ નકારી કાઢી છે, જાણો શું કારણ.

Allu Arjun movie Jawan: અલ્લુ અર્જુને રિજેક્ટ કરી શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન', સાઉથ અભિનેતાએ જણાવ્યું આ કારણ

author img

By

Published : Mar 2, 2023, 11:28 AM IST

હૈદરાબાદઃ અગાઉ સમાચાર મળ્યાં હતાં કે, સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન શાહરુખ ખાનની ફિલ્મ જવાનમાં એન્ટ્રી કરી રહ્યાં છે. મીડિયા રોપોર્ટ્સ અનુસાર જવાન ફિલ્મના નિર્દેશક એટલીએ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર અલ્લુ અર્જનનો રોલ પણ લખ્યો છે. આ સાથે શાહરુખ ખાન અલ્લુ અર્જુનની 'હા'ની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ હવે સમાચાર આવ્યાં છે કે, અલ્લુ અર્જુને આ ફિલ્મને નકારી કાઢી છે.

આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ 'સેક્શન 84'ની કરી જાહેરાત, ટિઝર રિલીઝ

જવાનમાં કેમિયો કરશે અલ્લુ અર્જુન: સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં એવા અહેવાલ આવ્યા હતા કે, અલ્લુ અર્જુન એટલી નિર્દેશિત અને શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'માં કેમિયો કરતા જોવા મળશે. હવે સમાચાર આવી રહ્યા છે કે, અલ્લુ અર્જુને એક ખાસ કારણ દર્શાવીને ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. આવો જાણીએ કે, અલ્લુ અર્જુને બોલિવૂડના 'પઠાણ' શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને નકારવા પાછળનું કારણ શું છે.

જવાન ફિલ્મના નિર્દેશક: જવાન ફિલ્મનું નિર્દેશન એટલી કરી રહ્યા છે. જેમણે સુપરસ્ટાર વિજય સાથે 'થેરી' અને 'માસ્ટર' જેવી માસ્ટરપીસ ફિલ્મ બનાવી છે. એટલીએ લગભગ 5 ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને આ પાંચેય ફિલ્મ સુપરહિટ સાબિત થઈ છે. શાહરૂખ ખાનને એટલીનું કામ ગમ્યું અને એટલી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ પછી એટલીએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'જવાન'થી કામ કરવાનું શરૂ કર્યું. ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મના ટીઝરે હંગામો મચાવ્યો હતો અને 'જવાન' સોશિયલ મીડિયા, બોલિવૂડ અને સાઉથ સિનેમામાં ચારેબાજુ ગુંજતી હતી.

આ પણ વાંચો: Actor Nawazuddin Siddiqui: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પૈતૃક સંપત્તિનો પોતાનો હિસ્સો પણ ભાઈઓને આપ્યો

ફિલ્મ નકારવા પાછળનું કારણ: આ પછી સમાચાર આવ્યા હતા કે, અલ્લુ અર્જુન શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'માં કેમિયો કરતો જોવા મળશે. પરંતુ અલ્લુ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે શેડ્યૂલને કારણે આ ફિલ્મમાં કામ કરી શકશે નહીં. કારણ કે, તે ફિલ્મ 'પુષ્પા 2'માં કામ કરી રહ્યો છે. અલ્લુ અર્જુન પહેલા જ ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'થી ધમાકેદાર કમાણી કરી ચૂક્યો છે. આ ફિલ્મ આ વર્ષે અથવા વર્ષ 2024માં રિલીઝ થશે. ફિલ્મ 'જવાન' ચાલુ વર્ષની તારીખ 2 જૂને રિલીઝ થવા જઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.