ETV Bharat / entertainment

Alia Bhatt Video: આલિયા ભટ્ટે બહેન શાહીન સાથે આકાંશા રંજન કપૂરના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી, વીડિયો આવ્યો સામે - આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ

આલિયા ભટ્ટ તેમની બહેન શાહીન સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં આકાંશા રંજન કપૂરની બર્થ ડે પાર્ટીમાં સામેલ થઈ હતી. પાપારાઝી દ્વારા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં આલિયા ખુબ જ સુંદર જોવા મળી રહી છે. મલાઈકા અરોરા અને આથિયા શેટ્ટી સહિત બોલિવુડના અન્ય કલાકારોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આલિયા ભટ્ટ બહેન શાહીન સાથે આકાંશા રંજન કપૂરના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી, વીડિયો આવ્યો સામે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 5:32 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેમની બહેન શાહીન ભટ્ટ સાથે રવિવારે રાત્રે અભિનેત્રી આકાંશા રંજન કપૂરના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. મલાઈકા અરોરા અને આથિયા શેટ્ટી સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અન્ય ઘણી હસ્તીઓ પણ જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપતા જોવા મળી હતી.

આકાંશા રંજન કપૂરના જન્મદિવસમાં આલિયા ભટ્ટ: અભિનેત્રી આલિયા ભટ્ટનો એક વીડિયો પાપારાઝીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે. વીડિયોમાં આલિયા અને તેમની બહેન શાહીનને રેસ્ટોરન્ટમાં સ્ટાઈલમાં આવતા જોઈ શકાય છે. આલિયાએ પારદર્શક હીલ સાથે બ્લુ ડ્રેસ પસંદ કર્યો હતો. જ્યારે શાહીન રેડ કલરના ડ્રેસમાં જોવા મળે છે. આલિયાએ સ્થળની બહાર પાપારાઝી માટે સ્મિત કર્યું હતું અને પોઝ આપ્યો હતો.

આકાંશા રંજન કપૂરના જન્મદિવસમાં મલાઈકા અરોરા: દરમિયાન મલાઈકા અરોરા, જે આ ઈવેન્ટમાં જોવા મળી હતી. મલાઈકા અરોરા ઓલ બ્લેક આઉટફિટમાં અદભૂત દેખાતી હતી. તેમણે બ્લેક ક્રોપ ટોપ પર બ્લેક બ્લેઝર પહેર્યું હતું. આ સાથે તેમણે મેચિંગ પેન્ટ પહેરી હતી. આ ઉપરાંત તેમની સાથે વ્હાઈટ બેગ પણ જોવા મળે છે. પાર્ટીમાં અભિનેત્રી આથિયા શેટ્ટી તેમના ભાઈ અહાન શેટ્ટી સાથે પહોંચી હતી. જ્યારે આથિયાએ બ્લેક સાટિન ટોપ, ટ્રાઉઝર અને હીલ્સ સાથે જોડી બનાવી હતી. ત્યારે અહાને ઓફ-વ્હાઈટ શર્ટ, બ્લેક ટ્રાઈઝર પસંદ કર્યો હતો. રેસ્ટોરન્ટમાં પ્રવેશતા પહેલા આથિયાએ પાપારાઝી સામે પોઝ આપ્યો હતો.

આલિયા ભટ્ટની આગામી ફિલ્મ: આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળી હતી, જેમાં આલિયા ભટ્ટે શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ સામેલ હતી. આલિયા આગામી ફરહાન અખ્તરની 'જી લે જરા'માં પ્રિયંકા ચોપરા અને કેટરીના કેફ સાથે જોવા મળશે.

  1. Animal Teaser Release Date: રણબીરની 'એનિમલ'નું ટીઝર આ ખાસ દિવસે રિલીઝ થશે, જાણો મોટા પડદા પર ફિલ્મ ક્યારે આવશે
  2. Ganesh Chturthi 2023: સાઉથના આ કલાકારોએ ગણપતિ બાપ્પાનું ધામધૂમથી સ્વાગત કર્યું. જુઓ તસવીર
  3. Ganapath Poster: ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ 'ગણપથ'નું પોસ્ટર આઉટ, જાણો ક્યારે ફિલ્મ રિલીઝ થશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.