મુંબઈ: તારીખ 20 ફેબ્રુઆરીએ દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ યોજાયો હતો. આ ફિલ્મ ફેસ્ટિવલમાં જે એવોર્ડ અપવામાં આવ્યાં હતાં, તેનું લિસ્ટ બહાર આવતા જ જાણે ઉજવણી થઈ રહી હોય એવું વાતાવરણ છવાયું છે. ત્યારે આ ખાસ અવસર પર બોલિવૂડના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ દરમિયાન રેડ કાર્પેટના વીડિયોમાં રેખા અને આલિયા ભટ્ટ જોવા મળી હતા. આ બન્ને અભિનેત્રી સુંદર પળ નિહાળી રહી હતી. જુઓ અહિં રેડ કાર્પેટ પર ફિલ્મના કલાકારોની સુંદર તસવીર.

આ પણ વાંચો: Pathaan 1000 Crore Club: પઠાણ' બની 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી 5મી ભારતીય ફિલ્મ, અહિં જુઓ લિસ્ટ
રેખા અને અલિયાની સુંદર ક્ષણ: સોમવારે દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સમાં બોલિવૂડના મોટા કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં પીઢ અભિનેત્રી રેખા આલિયા ભટ્ટ સાથે એક ખાસ ક્ષણ શેર કરતી જોવા મળી હતી. સ્ટાર-સ્ટડેડ ગાલા ઇવેન્ટ માટે જ્યારે રેખાએ તેની મ્યૂટ સફેદ અને સોનાની સિલ્ક સાડીમાં લાવણ્ય દર્શાવ્યું હતું. ત્યારે આલિયા એમ્બ્રોઇડરીવાડી તેની સફેદ સાડીમાં આકર્ષક દેખાઈ રહી હતી. રેખાએ તેના વાળ સિગ્નેચર સ્લીક બનમાં બાંધ્યા હતા. તેની ઉપર ગજરા બાંધ્યા હતા.



રેખા અને આલિયાની સુંદર તસવીર: દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સના રેડ કાર્પેટના વીડિયોમાં, રેખા અને આલિયા તેમના આગમન પછી પાપારાઝી માટે તેમના પુરસ્કારોને પકડીને પોઝ આપતા હતા. આલિયાએ પીઢ અભિનેતાનું અભિવાદન કર્યું અને તેને ગળે લગાવી હતી. રેખાએ આલિયાને તેના ગાલ પર એક થપ્પો પણ આપ્યો હતો. બોલિવૂડ ક્વીન્સ વાર્તાલાપ કરવામાં મગ્ન થઈ ગઈ હતી. યોજાયેલા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં પ્રતિભાશાળી કલાકારોને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની અધિકૃત વેબસાઈટ મુજબ ઉત્સવ ભારતીય ફિલ્મ ઉદ્યોગની તેજસ્વીતાની ઉજવણી કરે છે. આ ઉપરાંત નવા પ્રોજેક્ટ્સને મુખ્ય પ્રવાહના પ્રેક્ષકો સુધી લાવીને તેને સ્વીકારવા અને મદદ કરવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો: Dadasaheb Phalke Award 2023: 'ધ કાશ્મિર ફાઈલ્સ'ને મળ્યો બેસ્ટ ફિલ્મ એવોર્ડ, ફિલ્મ નિર્દેશકે શેર કરી પોસ્ટ
આલિયાનો વર્ક ફ્રન્ટ: આલિયા આગામી સમયમાં કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. જેમાં રણવીર સિંહ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી સહ અભિનેતા છે. તેમની પાસે ફરહાન અખ્તરની 'જી લે જરા' પણ છે. આ ઉપરાંત આલિયા, જેણે ગયા વર્ષે તેના પતિ રણબીર કપૂર સાથે એક બાળકીનું સ્વાગત કર્યું હતું. ઈવેન્ટમાં હાજર અન્ય સેલેબ્સમાં અનુપમ ખેર, વરુણ ધવન, રોનિત રોય, શ્રેયસ તલપડે, આર બાલ્કી, સાહિલ ખાન, નતાલિયા બરુલિચ, જયંતિલાલ ગડા, સાચેત, પરમપરા, વિવેક અગ્નિહોત્રી, રિષભ શેટ્ટી અને હરિહરન વગેરેનો સમાવેશ થાય છે.