ETV Bharat / entertainment

Alia Bhatt Spotted: આલિયા ભટ્ટ મેટ ગાલા ડેબ્યૂ માટે રવાના થઈ, જુઓ વીડિયો - આલિયા ભટ્ટ જોવા મળી હતી

આલિયા ભટ્ટ આજે મેટ ગાલામાં હાજરી આપવા માટે અમેરિકા જવા રવાના થઈ છે. અભિનેત્રીએ આરામદાયક છતાં વૈભવી એરપોર્ટ લુક પસંદ કર્યો હતો, જેની કિંમત રૂપિયા 8 લાખથી વધુ છે. આલિયા સાથે પ્રિયંકા ચોપરા પણ મેટ ગાલા 2023માં જોવા મળશે. ચાહકો આ બે બોલીવુડ અભિનેત્રીઓને મેટ ગાલા 2023માં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

આલિયા ભટ્ટ મેટ ગાલા ડેબ્યૂ માટે રવાના થઈ, જુઓ વીડિયો

author img

By

Published : Apr 29, 2023, 1:03 PM IST

હૈદરાબાદ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે, તેમનું નામ દરેકના હોઠ પર હોય છે. ત્યારે આજના સમયમાં અભિનેત્રી જે પોતાની સુંદર અભિનય માટે જાણીતી છે, જેનું નામ છે, આલિયા ભટ્ટ. આજે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં ગણાતી આલિયા ભટ્ટની સફળતા અને સિદ્ધિઓની યાદીનું લિસ્ટ વધતું જાય છે. આ હસીનાએ તાજેતરમાં 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો અને હવે તે એક નવા કારણથી ચર્ચામાં છે.

આ પણ વાંચો: 68th Filmfare Awards: રાજકુમાર રાવના એવોર્ડ જીત્યા બાદ પત્ની પત્રલેખા ભાવુક થઈ, નોંધ સાથે તસવીર શેર કરી

આલિયા ભટ્ટ એરપોર્ટ લુક: આજથી બે દિવસ તારીખ 1 મે 2023ના રોજ આલિયા ભટ્ટ પહેલીવાર મેટ ગાલા 2023માં જોવા મળવાની છે. જેના માટે અભિનેત્રીએ મુંબઈ છોડી રવાના થઈ ગયા છે. આલિયાના નવા વીડિયોએ ચાહકોમાં ગભરાટ ફેલાવ્યો છે. અભિનેત્રી આલિયા ભટ્ટ ટૂંક સમયમાં મેટ ગાલા 2023માં જોવા મળવાની છે અને થોડા કલાકો પહેલા સુંદર અભિનેત્રીને મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યાંથી અભિનેત્રી ન્યૂયોર્ક જવા રવાના થઈ રહી છે. આલિયા એરપોર્ટ પર એકદમ સિમ્પલ અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેણીએ ઢીલું ફિટિંગ બ્લૂ જીન્સ અને તેના પર રંગબેરંગી જેકેટ સાથે સફેદ ટેન્ક ટોપ પહેર્યું છે.

આ પણ વાંચો: Ponniyin Selvan 2: શોભિતા ધુલીપાલાએ 'પોનીયિન સેલવાન'ના શૂટમાંથી ન જોયેલી તસવીરો શેર કરી

આલિયા મેટ ગાલા 2023માં: આલિયા ભટ્ટના આ લેટેસ્ટ એરપોર્ટ વીડિયોએ ચાહકોની ઉત્તેજના બમણી કરી દીધી છે. આલિયા સાથે પ્રિયંકા ચોપરા પણ મેટ ગાલા 2023માં જોવા મળશે અને ચાહકો આ બે બોલીવુડ અભિનેત્રીઓને આ વૈશ્વિક ફેશન ઇવેન્ટમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મેટ ગાલા 2023માં તારીખ 1 મે 2023ના રોજ યોજવામાં આવી રહ્યો છે અને ભારતમાં તારીખ 2 મે 2023ના રોજ સવારે 4 વાગ્યે જોઈ શકાશે. આલિયા ભટ્ટ થોડા દિવસોમાં મેટ ગાલા 2023માં તેની પ્રથમ રજૂઆત કરવા જઈ રહી છે. આલિયાના તાજેતરના વીડિયોએ તેના મેટ ગાલા દેખાવ વિશે દરેકને વધુ ઉત્સુક બનાવી દીધા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.