હૈદરાબાદ: અક્ષય કુમારની આગામી ફિલ્મ 'મિશન રાણીગંજ'નું ટીઝર ફિલ્મ નિર્માતાઓએ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કર્યું છે. અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2' તાજેતરમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. પરંતુ તે ચાહકોને આકર્ષિત કરવામાં સફળ થઈ ન હતી. હવે તેમની આગામી ફિલ્મ 'મીશન રાણીગંજ' ચાહકોને આકર્ષિત કરવામાં સફળ થાય કે કેમ ? તે જોવાનું રહ્યું. મિશન રાણીગંજ સર્વાઈવલ થ્રિલર ફિલ્મ છે અને ટીનું સુરેશ દેશાઈ દ્વારા નિર્દેશન કરવામાં આવ્યું છે.
અક્ષય કુમારની અકસ્માત પર આધારિત ફિલ્મ: નવેમ્બર 2022માં એવી અફવા હતી કે, અક્ષય કુમાર બંગાળના રાણીગંજમાં કોલસાની ખાણમં વર્ષ 1989માં થયેલા ભયાનક અકસ્માત પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે. શરુઆતમાં 'રાણી કેપ્સ્યુલ ગિલ' હતું, પરંતું બાદમાં નામ બદલીને 'ધ ગ્રેટ ઈન્ડિયન રેસ્ક્યુ' રાખવામાં આવ્યું હતું. પરંતુ આ વખતે દેશનું નામ 'ઈન્ડિયા કે ભારત' નામકરણને લઈ ચર્ચા ચાલી રહી છે. ત્યારે અક્ષય કુમારે પોતાની આગામી ફિલ્મને લઈ મોટો નિર્ણય લીધો છે. તેમણે હવે નવી ફિલ્મનું નામ બદલીને 'મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ' રાખ્યું છે. હવે નવી ફિલ્મનું નામ બદલવાના પરિણામે દેશના નવા નામની ચર્ચામાં અક્ષય કુમારનું નામ જોડાય ગયુ હોય તેમ લાગે છે.
ભારતના નામકરણની ચર્ચા: દેશના નામકરણની ચર્ચાને લઈને રાજકીય ક્ષેત્રે હોબાળો મચી ગયો છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને એક ટ્વિટ કરીને લખ્યું હતું કે, ''ભારત માતા કી જય.'' આ ઉપરાંત ANI સાથેની વાતચિત દરમિયાન જેકી શ્રોફે પણ પોતાનું નિવેદન આપ્યું હતું. હવે આ અભિનેતાઓ ઉપરાંત અક્ષય કુમારે પણ પોતાની ફિલ્મના નામમાં ઈન્ડિયન શબ્દને બદલે ભારત કરી દીધો છે. અક્ષય કુમારે તાજેતરમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવું પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે, ''નાયક સાચુ કામ કરવા માટે મેડલની રાહ નથી જોતા.'' આગળ વધમાં લખ્યું હતું કે, ''6 ઓક્ટોમ્બરે સિનેમાઘરોમાં 'મીશન રાણીગંજ' સાથે ભારના સાચા હીરોની સ્ટોરી જુઓ.''
મિશન રાણીગંજ ફિલ્મની સ્ટારકાસ્ટ: આ ફિલ્મનું નિર્દેશન રુસ્તમ ફેમ ટીનુ સુરેશ દેસાઈએ કર્યું છે. અક્ષય કુમાર અને પરિણીતની સહિત આ ફિલ્મમાં અન્ય ઘણા કલાકારો સામેલ છે. જેમાં કુમુદ મિશ્રા, પવન મલ્હોત્રા, રવિ કિશન, વરુણ બડોલા, દિવ્યેંદુ ભટ્ટાચાર્ય, રાજેશ શર્મા, વીરેન્દ્ર સક્સેના, શિશિર શર્મા, અનંત મહાદેવ, જમીલ ખાન, સુધીર પાંડે, બચન પાચેરા, મુકેશ ભટ્ટ અને ઓમકાર દાસ માણિકપુરીનો સમાવેશ થાય છે. વાસુ ભગનાની, જેકી ભગનાની, દીપિશિખા દેશમુખ અને અજય કપૂર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ તારીખ 6 ઓક્ટોમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
- Jawan Box Office Day 1: ભારતમાં 75 કરોડ રુપિયા સાથે શાહરુખ ખાન સ્ટારર 'જવાન' સૌથી મોટી હિન્દી ઓપનિંગ કરશે
- Maru Mann Taru Thayu First Poster: ભરત ચાવડાની આગામી ફિલ્મ 'મારું મન તારું થયું' ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે
- Janaki Bodiwala Bollywood Debut: ઢોલિવુડ અભિનેત્રી જાનકી બોડીવાલા અજય દેવગણ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરશે