મુંબઈઃ બોલિવુડ ખેલાડી અક્ષય કુમારની 2012માં આવેલી ફિલ્મ 'OMG' સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પરેશ રાવલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. બંનેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. હવે અક્ષય આ ફિલ્મ 'OMG 2'ની સિક્વલ લઈને આવી રહ્યા છે, જે તારીખ 11મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
OMG 2નું નવું પોસ્ટર: હાલમાં જ અક્ષયે આ ફિલ્મનું નવું પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. જે ખૂબ જ તાજગીપૂર્ણ લાગે છે, તેમાં અક્ષયનો એક અલગ અવતાર જોવા મળે છે. પોસ્ટર શેર કરવાની સાથે અક્ષયે કેપ્શનમાં લખ્યું, 'થોડા જ દિવસોમાં. 'OMG 2' થિયેટરોમાં રિલીઝ થશે. તેનું ટીઝર ટૂંક સમયમાં તમારી સામે આવશે. પોસ્ટરની સાથે અક્ષયે ટીઝરને જલ્દી રિલીઝ કરવાનો સંકેત પણ આપ્યો છે. 'OMG 2'માં અક્ષય ઉપરાંત પંકજ ત્રિપાઠી, અરુણ ગોવિલ, યામી ગૌતમ, ગોવિંદ નામદેવ જેવા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં છે.
અભિનેતાનો આગામી પ્રોજેક્ટ: પોસ્ટર રિલીઝ થતાની સાથે જ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. એક ચાહકે કમેન્ટ કરી કે, 'હું આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છું'. જ્યારે એકે લખ્યું, 'પહેલેથી જ બ્લોકબસ્ટર'. બીજી તરફ તારખ 11 ઓગસ્ટે અભિનેતા સની દેઓલની 'ગદર 2' પણ રિલીઝ થઈ રહી છે. આ સાથે 'OMG 2' અને 'ગદર 2'ની ટક્કર થશે. OMG સિવાય અક્ષય 'બડે મિયાં છોટે મિયાં'માં જોવા મળશે, જેમાં ટાઈગર શ્રોફ તેની સાથે સ્ક્રીન શેર કરશે. થોડા દિવસો પહેલા અક્ષયે 'હાઉસફુલ 5'નું પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું. જે તેની હિટ ફ્રેન્ચાઇઝી હાઉસફુલની 5મી ફિલ્મ હશે. આ ફિલ્મ વર્ષ 2024ની દિવાળી પર રિલીઝ થશે.