ETV Bharat / entertainment

Alia Bhatt Vacation: અફઘાન ક્રિકેટર રાશિદ ખાન ન્યૂયોર્કમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને મળ્યા, તસવીર કરી શેર - આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વેકેશન

બોલિવુડ દંપતી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની પુત્રી રાહા સાથે ન્યૂયોર્કમાં ધમાલ કરી રહ્યા છે. વેકેશનની મજા માણી રહેલા આ કપલની તસવીરો વાયરલ થઈ રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અફઘાન ક્રિકેટર રાશિદ ખાનને મળ્યા હતા.

અફઘાન ક્રિકેટર રાશિદ ખાન ન્યૂયોર્કમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને મળ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 12:14 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ તેમના પતિ રણબીર કપૂર અને પુત્રી રાહા સાથે ન્યૂયોર્ક જવા માટે રવાના થઈ હતી. તાજેતરમાં રિલીઝ થયેલી આલિયા ભટ્ટ ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' અને હોલિવુડની પ્રથમ 'હાર્ટ ઓફ સ્ટોન'ની સફળતા બાદ હવે વેકેશન પર ગઈ છે. આલિયાએ કેટલીક ઓનલાઈન તસવીર શેર કરી હતી. આ તસવીર પરથી લાગે છે કે, આ પરિવાર શહેરમાં એક ઉત્સવનો સમય પસાર કરી રહ્યો છે. સુંદર ક્ષણોનો આનંદ માણતા આલિયા અને રણબીરે લોકપ્રિય સેલેબ્સ સાથે મુલાકાત કરી હતી, જેની તસવીર ક્લિક કરી હતી. તેઓ તાજેતરમાં અફઘાન ક્રિકેટર રાશિદ ખાનને મળ્યા હતા.

આલિયા-રણબીર રાશિદ ખાનને મળ્યા: ગુરુવારે રાત્રી દરમિયાન ક્રિકેટર રાશિદ ખાને તેમના ઈન્સ્ટાગ્રામ પર રણબીર અને આલિયા સાથેની એક તસવીર શેર કરી હતી. રાશિદ ખાને તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ''With Bollywoods biggest. It was lovely to meet you RANBIR, aliaabhatt.'' તસવીરમાં રાશિદ દંપતીની વચ્ચે ઊભો હસતો અને કેમેરા સામે પોઝ આપતો જોવા મળે છે. તસવીરમાં આલિયા ભટ્ટ બ્લેક ટી-શર્ટ અને પેન્ટમાં સજ્જ હતી, જ્યારે રણબીરે લાઉન્જવેરનો સેટ પસંદ કર્યો હતો અને તેમના પર કેપ હતી. રાશિદે બ્લુ જીન્સ સાથે બ્લેક હૂડી પહેરી હતી.

અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી: આલિયાએ રણબીર અને રાહા સાથેના ન્યૂયોર્ક વેકેશન દરમિયાનની એક ઝલક સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી હતી. 'રાઝી' ફિલ્મની અભિનેત્રીએ હોટલની પૂલમાં ગરમ ગુલાબી સ્વમસ્યટમાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો જોઈ બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી હતી કે, "Need this sched and this hotel in my life.". આ ઉપરાંત તેમના પ્રશંસકોએ પણ કોમેન્ટ કરી હતી.

  1. Kangana Ranaut: Pm મોદીના સમર્થનમાં આવી કંગના રનૌત, જાણો શું કહ્યું ?
  2. Hbd Ayushmann Khurrana: બોલિવૂડમાં આજે ઓળખાણ આપવાની જરુર નથી, એવા ઓલરાઉન્ડર એક્ટર આયુષ્માન ખુરાનાનો જન્મદિવસ
  3. Arjun Kapoor Dog Dies: અર્જુન કપૂરના પાલતુ ડોગ મેક્સિમસનું અવસાન, સાથે વિતાવેલી પળોને કરી યાદ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.