ETV Bharat / entertainment

Adipurush: વિરોધ વચ્ચે 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર સંઘર્ષમાં, પાંચમા દિવસે મુઠ્ઠીભર કમાણી - આદિપુરુષ

'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર ટકી રહેવા માટે સંઘર્સ કરી રહી છે. ફિલ્મની કમાણી ઘટી રહી છે અને દર્શકો તેનાથી અંતર બનાવી રહ્યા છે. હવે ફિલ્મની મુળ કમાણી પણ વસુલ થશે કે કેમ ? તે જોવાનું રહ્યું. બીજી તરફ વિકી કૌશલની ફિલ્મ 'જરા હટકે જરા બચકે'નું તુફાન હજી ચાલું જ છે.

વિરોધ વચ્ચે 'આદિપુરુષ' બોક્સ ઓફિસ પર સંઘર્ષમાં, પાંચમા દિવસે મુઠ્ઠીભર કમાણી

author img

By

Published : Jun 21, 2023, 11:00 AM IST

મુંબઈ: તમામ વિરોધ વચ્ચે બોક્સ ઓફિસ પર સંઘર્ષ કરી રહેલી વિવાદાસ્પદ ફિલ્મ 'આદિપુરુષ'ને રિલીઝ થયાને પાંચ દિવસ થઈ ગયા છે અને તારીખ 21મી જૂને રિલીઝ થયા બાદ ફિલ્મ તેના 6ઠ્ઠા દિવસમાં ચાલી રહી છે. ફિલ્મનો સર્વત્ર વિરોધ બોક્સ ઓફિસ પર થયો છે અને હવે 5મા દિવસે પણ 'આદિપુરુષ' માટે દર્શકો બોક્સ ઓફિસ પર દેખાતા ન હતા. પાંચમા દિવસે પણ ફિલ્મે ખૂબ જ ઓછું કલેક્શન કર્યું હતું.

બોક્સ ઓફિસ કલેક્શન: બીજી તરફ ફિલ્મના અશ્લીલ અને વિવાદાસ્પદ સંવાદો બદલવાનું કામ ચાલી રહ્યું છે. પણ 'આદિપુરુષ' ફિલ્મે આખી રામ લહેર બરબાદ કરી નાખી છે. હવે જોઈએ કે, પાંચમા દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કર્યું છે અને તેનું કુલ કલેક્શન કેટલું બેઠું છે. રૂપિયા લગભગ 600 કરોડના જંગી બજેટમાં બનેલી છે. 'આદિપુરુષ' તેની રિલીઝના પાંચમા દિવસે માત્ર રૂપિયા 10 કરોડ એકત્ર કરી શકી છે. આ સાથે ઘરેલુ બોક્સ ઓફિસ પર ફિલ્મનું કલેક્શન 247 કરોડ અને વિશ્વભરમાં 380 કરોડને પાર કરી ગયું છે.

ફિલ્મના ડાયલોગનો વિરોધ: આટલી મુઠ્ઠીભર કમાણીથી 'આદિપુરુષ' માટે બોક્સ ઓફિસ પર પોતાની લાજ બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે અને બીજી તરફ ફિલ્મના દિગ્દર્શક ઓમ રાઉત અને ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તાશીર પર આવી ફિલ્મ બનાવવા બદલ દેશભરમાં અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. પરંતુ મનોજે ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોને પોતાની શૈલીમાં પડકાર ફેંક્યો છે. ગત દિવસે મનોજે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પૂરા ઉત્સાહથી કવિતા સંભળાવી રહ્યા હતા.

  1. Adipurush: Aicwaને Pm મોદીને લખ્યો પત્ર, 'આદિપુરુષ' પર પ્રતિબંધની માંગ કરી
  2. Kullu Sonu Sood: સોનુ સૂદે મકાઈ વેચતા યુવક સાથે બનાવ્યો વીડિયો, સોશિયલ મીડિયા પર કર્યો શેર
  3. Karan Johar: બ્રિટિશ સંસદ દ્વારા કરણ જોહરનું સન્માન, ગ્લોબલ એન્ટરટેઈનમેન્ટમાં 25 વર્ષ પૂરા કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.