હૈદરાબાદ: પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષે તેના શરૂઆતના દિવસે આશ્ચર્યજનક સંખ્યા નોંધાવી હતી અને બીજા દિવસે પણ આ શાનદાર ઝલક દેખાડી રહી હતી. આકરી ટીકાઓ છતાં ફિલ્મ શનિવારે નક્કર સંખ્યામાં કમાલ કરવામાં સફળ રહી હતી. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત, પૌરાણિક કથા પર આધારિત ફિલ્મે તેની રજૂઆતના બીજા દિવસે 200 કરોડની ક્લબમાં પ્રવેશ્યું છે.
બોક્સ ઓફિસ કલેકશન: બીજા દિવસે આદિપુરુષે ભારતમાં તમામ ભાષાઓમાં રૂપિયા 65 કરોડનો બિઝનેસ રજીસ્ટર કર્યો છે. આ અંગેની માહીતી ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કે શેર કરી છે. આ ફિલ્મે વિશ્વભરમાં રૂપિયા 140 કરોડની કમાણી સાથે બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી હતી. જ્યારે ભારતમાં આદિપુરુષે તમામ ભાષાઓમાં રૂપિયા 86.75 કરોડ એકત્ર કર્યા હતા. દરમિયાન પ્રભાસની ફિલ્મે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ચાહકોને આકર્ષિત કર્યા છે અને તેલુગુ બોલતા બંને રાજ્યોમાં બીજા દિવસે કુલ રૂપિયા 26 કરોડથી વધુની કમાણી કરી છે.
ફિલ્મના સંવાદોની ટિકા: હિન્દી અને તેલુગુમાં એકસાથે શૂટ થયેલી આ ફિલ્મ તારીખ 16 જૂનના રોજ મોટી સ્ક્રીન પર આવી હતી. તમિલ, કન્નડ અને મલયાલમમાં ડબ થયેલી 'આદિપુરુષ' વિશ્વભરમાં લગભગ 10,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. ઓમ રાઉતની ફિલ્મ રૂપિયા 500 કરોડના જંગી બજેટમાં બની છે. જો કે, આ ફિલ્મને સ્ક્રિપ્ટ અને સંવાદોને લઈ ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આદિપુરુષ ફિલ્મ વિવાદ: જ્યારે 'આદિપુરુષ'ને મોટા ભાગના વિવેચકો દ્વારા આંચકો લાગ્યો છે. ત્યારે પ્રેક્ષકો તેમની નિરાશાને બહાર કાઢવા માટે સોશિયલ મીડિયા પર ટિકા ટિપ્પણી કરતા જોવા મળે છે. આ ફિલ્મ એવા મેમર્સ માટે ચારો બની ગઈ જેણે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સને આનંદી મીમ્સથી છલકાવી દીધી છે. દરમિયાન એક જૂથે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટમાં પણ આદિપુરુષમાં કથિત વાંધાજનક દ્રશ્યોને દૂર કરવા અથવા સુધારવાના નિર્દેશોની માંગણી કરી હતી. આ ફિલ્મે નેપાળમાં સીતાના જન્મસ્થળ વિશેની એક લાઇન પર પણ વિવાદ ઉભો કર્યો હતો. છત્તીસગઢમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.