ETV Bharat / entertainment

Hiten Kumar New Film Chup : હિતેન કુમારે ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે આગામી નવી ફિલ્મની જાહેરાત કરી છે, પોસ્ટર કર્યું શેર - હિતેન કુમારની નવી ફિલ્મ

'વશ' ફિલ્મના અભિનેતા હિતેન કુમારે પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ફિલ્મનું ટાઈટલ સાથે પોસ્ટર પણ શેર કર્યું છે. આ સાથે જ તેમણે ચાહકોને ગણેશ ચતુર્થીની શુભકામના પણ પાઠવી છે.

હિતેન કુમારે ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે આગામી નવી ફિલ્મની જાહેરાત કરી છે, પોસ્ટર કર્યું શેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 5:23 PM IST

અમદાવાદ : ઢોલિવુડના સુપરસ્ટાર હિતેન કુમારે તારીખ 19 સપ્ટેમ્બરના રોજ પોતાની આગામી નવી ફિલ્મની જાહેરાત કરી છે. ગણેશ ચતુર્થીના શુભ અવસરે હિતેન કુમારે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ટાઈટલની સાથે એક શાનદાર પોસ્ટર ચાહકો સાથે શેર કર્યું છે. આ ફિલ્મમાં હિતેન કુમાર એક અલગ જ અંદાજમાં જોવા મળવાના છે.

હિતેન કુમારે આગામી ફિલ્મની જાહેરાત કરી હતી : હિતેન કુમારે પોતાની નવી ફિલ્મનું એલાન કર્યું છે, જેનું નામ છે, 'ચુપ'. આ સાથે ફિલ્મની પ્રથમ ઝલક શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, પોતે ચુપ રહેવામાં કે કોઈકને ચુપ કરવામાં, ચુપ રહેવા-રાખવા કે રખાવવાના કારણો પાછળનો એક દિલધડક ખેલ.. 'ચુપ'.'' આગળ અભિનેતાએ જણાવ્યું છે કે, ''ફરી એક વાર અનુભવ લઈને આવી રહ્યા છે ટૂંક સમયમાં.'' પોસ્ટરમાં એક યુવતીનો ચેહરો જોવા મળે છે અને તેમનું મોઢું દોરાથી સીવી દીધું છે, જે ભયાનક લાગે છે.

ચાહકોને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી: હિતેન કુમારે ચાહકોને શુભકામના પાઠવતા આગળ લખ્યું છે કે, ''D B picturez તરફથી આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના. જેમ કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા ગણેશજીના આશીર્વાદ લેવાય છે તેમ આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર અમારી આવનારી ફિલ્મ 'ચૂપ'નું નિર્માણ કાર્ય શરૂ કરી રહ્યા છીએ. અમારા આ પ્રયાસને આપના આશીર્વાદ અને સહકાર મળે તેવી ઝંખના. ડી.બી. પિક્ચર દ્વારા નિર્મિત અને દિગ્દર્શન કરી રહ્યા છે નિશિથ કુમાર કુમાર બ્રહ્મભટ્ટ, જ્યારે વાર્તા લખાઈ રહી છે ઋષિકેશ ઠક્કરની કલમે.''

હિતેન કુમારની ફિલ્મ: આ 'ચુપ' ફિલ્મમાં હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ઉપરાંત ફિલ્મની ટીમમાં ડૉ. ઋષિકેશ ઠક્કર અને વીકિ શાહ સામેલ છે. હિતેન કુમાર છેલ્લે 'વેલકમ પૂર્ણિમાં' અને કૃષ્ણ યાજ્ઞિકની ફિલ્મ 'વશ'માં જોવા મળ્યા હતા. ઋષિલ જોશીએ વેલકમ પૂર્ણિમાનું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં હેમ સેવક, માનસી રાચ્છ, ચેતન ધનાણી, મૌલિક ચૌહાણ, હિના જયકિશન અને બિંદા રાવલ સામેલ હતા.

  1. Ilu Ilu Gujarati Film: સોનાલી લેલે દેસાઈની આગામી ફિલ્મના શીર્ષકની કરી જાહેરાત, પોસ્ટર કર્યું શેર
  2. Celebrities Wishes Birthday: અભિનેત્રી શબાના આઝમીનો 73મો જન્મદિવસ, સેલેબ્સે પાઠવી શુભેચ્છા
  3. Mumbai House Lit Upl: પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર લાઈટોથી શણગારાયું, રાજસ્થાનમાં શાહી અંદાજમાં થશે લગ્ન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.