અમદાવાદ: લોકોને મનોરંજન પૂરું પાડવા માટેનું સૌથી મહત્વનું માધ્યમ છે. કહી શકાય કે લોકો બેથી ત્રણ કલાક સતત એક જગ્યાએ બેસીને મનોરંજન મેળવી શકે છે તે છે. જેમાં લોકો પોતાના પરિવાર સાથે શાંતિથી સિનેમા ઘરમાં બેસીને આનંદ પ્રમોદ કરી શકે છે. આવનાર તારીખ 26 મેના રોજ હિન્દી સિનેમા જગતની આઝામ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે તેનું પ્રમોશન કરવા માટે ફિલ્મના કલાકારો આજે અમદાવાદ આવ્યા હતા.
ટ્રેલર 20 લાખ લોકોએ નિહાળ્યું: અભિનેતા જીમી શેરગિલે જણાવ્યું હતું કે, તારીખ 26 મેના રોજ દેશભરના સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ એક ક્રાઈમ આધારિત ફિલ્મ છે જે રાતના સમયગાળામાં શરૂ થાય છે અને વહેલી સવાર પડતા જ આ ફિલ્મ પૂર્ણ કરવામાં આવી છે. આ ફિલ્મ અત્યાર સુધી 20 લાખ જેટલા લોકોએ ટ્રેલર નિહાળ્યું છે. વિશ્વાસ છે કે, આનાથી પણ વધુ લોકો આ ફિલ્મને પસંદ કરશે. આ ફિલ્મ એક સ્પીડ ફિલ્મ છે, જેના કારણે આની અંદર એકમાત્ર ગીત કવાલી સ્વરૂપે મૂકવામાં આવ્યું છે.
આ પણ વાંચો:
Cannes 2023: ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Cannes 2023: સારા અલી ખાન કાન્સ પહોંચી, ફેસ્ટિવલ શરૂ થાય તે પહેલા તસવીર કરી શેર
મુંબઇ શહેરમાં શૂટિંગ: વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ મુંબઈ શહેરની અંદર જ શૂટિંગ કરવામાં આવી છે. સાથે આ ફિલ્મમાં એક પણ હિરોઈન એક્ટર્સનો સમાવેશ થતો નથી. આ ફિલ્મી સમગ્ર સ્ટોરી મુંબઈ શહેર પર જ નિર્ધારિત છે. જેમાં મુંબઈની ગુનાખોરોની દુનિયામાં પૂજા કરતી વિસ્ફોટક ફિલ્મ જે આઝમ. જેમાં મુંબઈ અન્ડરવેરની કાળી બાજુને ઉજાગર કરે છે અને માફિયાના ક્રૂર ચહેરાવો બતાવવા માટે અન્ડરવર્લ્ડમાં ઊંડા ઉતરે છે. આઝમ ફિલ્મનું ટ્રેલર અન્ડરવર્લ્ડની ડાર્ક વર્લ્ડની ડરામણી તસવીર રજૂ કરે છે જે એક્શન, રહસ્યમય અને રોમાંચથી ભરપૂર છે.
શુ છે ફિલ્મની સ્ટોરી: ફિલ્મના દિગ્દર્શક શ્રવર્ણ તિવારીએ જણાવ્યુ હતુ કે, આઝમ જે તારીખ 26 મે 2023ના રોજ સિનેમામાં રજૂ થવા જઈ રહી છે, તે રહસ્ય અને રોમાંચથી ભરપૂર છે, જે દર્શકોને અંત સુધી જકડી રાખશે. આ ફિલ્મમાં નવાબ ખાન દ્વારા પીછો છોડવામાં આવેલા ઉત્તરાધિકારી યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. જેમાં એક માફિયા ડોન જે તેના પાંચ સાથીઓ સાથે શહેરને નિયંત્રિત કરે છે અને લોકોમાં ભય પેદા કરે છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યુ છે કે, નવાબનો પુત્ર કાદર તેના પિતાના વ્યવસાય એમનો હકદાર વરસદાર છે. પરંતુ તે તેના ગુલામ જાવેદના કહેવા પર તેના પિતા આ તમામ સહયોગીઓને એક પછી એક ખતમ કરવાની યોજના બનાવે છે. કાદર આ યોજનામાં અસફળ સાબિત થાય છે. કારણ કે, તે ગેંગના સભ્યો અંગે જ પોતાની યોજના પર કામ કરી રહ્યો છે. લોકોને ભરપૂર મનોરંજન આપતી ફિલ્મ તારીખ 26 મેના રોજ દેશભરના સિનેમા ઘરોમાં રિલીઝ થશે.