ETV Bharat / entertainment

આપ જૈસા કોઈ ગીત રિલીઝ, મલાઈકા અને આયુષ્માને આ ગીત પર મચાવી ધમાલ - આયુષ્યમાન ખુરીના

આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ 'એન એક્શન હીરો' (An Action Hero Trailer)નું મલાઈકા અરોરાનું આઈટમ સોંગ 'આપ જૈસા' રિલીઝ થઈ ગયું (Aap Jaisa Koi release) છે. ચાહકો આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અહીં મલાઈકા પણ લાંબા સમય પછી કોઈ ગીતમાં જોવા મળી રહી છે.

Etv Bharatઆપ જૈસા કોઈ ગીત રિલીઝ, મલાઈકા અને આયુષ્માને આ ગીત પર મચાવી ધમાલ

author img

By

Published : Nov 26, 2022, 1:04 PM IST

હૈદરાબાદ: આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ 'એન એક્શન હીરો' (An Action Hero Trailer)નું મલાઈકા અરોરાનું આઈટમ સોંગ 'આપ જૈસા કોઈ સોંગ' તારીખ 26 નવેમ્બરે રિલીઝ થઈ ગયું (Aap Jaisa Koi release) છે. આ ગીતમાં આયુષ્માન ખુરાના અને મલાઈકા અરોરા ધમાકેદાર ડાન્સ કરી રહ્યાં છે. આ પહેલા તારીખ 11 નવેમ્બરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું. જેમાં મલાઈકા અરોરાના આ આઈટમ નંબરની ઝલક જોવા મળી હતી. ત્યારથી ચાહકો આ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અહીં મલાઈકા પણ લાંબા સમય પછી કોઈ ગીતમાં જોવા મળી રહી છે.

આપ જૈસા કોઈ ગીત રિલીઝ: મલાઈકા અને આયુષ્માને આ ગીત પર મચાવી ધમાલ

'આપ જૈસા કોઈ' ગીત: ફિલ્મ 'એન એક્શન હીરો'નું આઈટમ સોંગ 'આપ જૈસા કોઈ' રિક્રિએટેડ સોંગ છે. જેને મ્યુઝિક ડિરેક્ટર તનિષ્ક બાગચીએ રિક્રિએટ કર્યું છે. આ ગીત ઝેહરા SK અને અલ્તમશ FP દ્વારા ગાયું છે. આ ગીત એક્ટર ફિરોઝ ખાન અને ઝીનત અમાન અભિનીત ફિલ્મ 'કુર્બાની' (વર્ષ 1980) ના ગીત 'આપ જૈસા કોઈ મેરી ઝિંદગી મેં આયે તો બાત બના જાયે'નું નવું વર્ઝન છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કેવું રહ્યું ફિલ્મનું ટ્રેલર: 2.44 મિનિટના ટ્રેલરની શરૂઆત ખૂબ જ દમદાર છે. આયુષ્માન ખુરાના ફિલ્મમાં માનવ નામના અભિનેતાની ભૂમિકામાં છે. જે વિકી સોલંકી નામના વ્યક્તિની હત્યાના કેસમાં ફસાઈ જાય છે. અભિનેતા જયદીપ અહલાવત વિકી સોલંકીના ભાઈના પાત્રમાં છે, જે આયુષ્માનના જીવન માટે ભૂખ્યો છે અને એક હેડસ્ટ્રોંગ કલેક્ટરની ભૂમિકામાં છે. જયદીપને લાગે છે કે, તેના ભાઈનું મૃત્યુ આયુષ્માન એટલે કે, માનવ દ્વારા થયું છે. હવે આ મામલાને આયુષ્માન અને જયદીપ વચ્ચે બિલાડી અને ઉંદરની રમત તરીકે જોવામાં આવી રહ્યો છે.

અક્ષય કુમાર આ રોલમાં હશે: મીડિયા રિપોર્ટ્સ અનુસાર અક્ષય કુમાર આયુષ્માન ખુરાનાની ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. જો આમ થશે તો પહેલીવાર અક્ષય અને આયુષ્માન મોટા પડદા પર સાથે જોવા મળશે.

ફિલ્મની સ્ટાર કાસ્ટ: આયુષ્માન ખુરાના અને જયદીપ અહલાવત અભિનીત આ ફિલ્મને લઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ તારીખ 2 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. કલર યલો ​​પ્રોડક્શન અને ટી સિરીઝના બેનર હેઠળ આનંદ એલ. રાય, ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન અનિરુદ્ધ ઐયર દ્વારા કરવામાં આવ્યું છે.

આયુષ્માનનો ફર્સ્ટ લુક: આ પહેલા આયુષ્માને ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક શેર કરતા લખ્યું હતું કે, 'ફટા પોસ્ટર નિકલા એકશન હિરો, મેં લડવા માટે અભિનય તો કર્યો છે, શું હું લડી શકીશ, ટ્રેલર તારીખ 11 નવેમ્બરે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.