હૈદરાબાદ: વર્ષ 1970ના દાયકામાં ગ્લેમરસ ભૂમિકાઓ માટે ફેમસ અભિનેત્રી પરવીન બાબીની જન્મજયંતી છે. પરવીન બાબીનો જન્મ તારીખ 4 એપ્રિલ 1954માં ગુજરાત રાજ્યના જુનાગઢમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેણે પ્રારંભિક શિક્ષણ અમદાવામાં માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાંથી મેળ્યું હતું. તેમના પુર્વજો પઠાણ અને બાબી વંશનો ભાગ હતા. તેમની અભિનય કરવાની અદા પર ચાહકો દિવાના હતા. પરવીન ભારતીય સુંદર અભિનેત્રીઓમાની એક છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ગ્લેમરસ તરીકે પ્રખ્યાત અભિનેત્રી: પરવીનના 10 વર્ષ પછી તેમના પિતાનું દુખદ અવસાન થયું હતું. પરવીન બાબીએ ક્યારેય લગ્ન કર્યા નથી. પરંતુ તે સમયે તેમની ફિલ્મ કલાકારો સાથેના રિલેશનશિપ અગેની ચર્ચાઓ ફેલાઈ હતી. આ ઉપરાંત અમિતાભ બચ્ચન સાથે અફેરની અફવાઓ પણ ફેલાઈ હતી. મહેશ ભટ્ટે બોબી સાથેના સબંધો પર આધારિત આત્મકથા ફિલ્મ બનાવી છે. આ ઉપરાંત અભિનેત્રી ફેશન આઈકોન તરીકે પણ જાણીતી હતી. તે સમયે હેમા માલિની, રેખા, જયા બચ્ચન, રીના રોય અને રાખી જેવી ખુબજ સુંદર અભિનેત્રીઓમાં સુંદર અને ગ્લેમરસ તરીકે પ્રખ્યાત હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીની કારકિર્દી: તેમની ફિલ્મની વાત કરીએ તો, અભિનેત્રીએ મોડેલિંગની શરુઆત વર્ષ 1972થી કરી છે. તેમને સૌપ્રથમ વર્ષ 1973માં સલીમ દુર્રાની સાથે 'ચરિત્ર' ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. પરંતુ આ ફિ્લ્મ હીટ સાબિત ન થઈ. પરવીનની પહેલી ફિલ્મ વર્ષ 1974માં 'મજબૂર' ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી હતી. આ ઉપરાંત તેમની કેટલીક સુપરહિટ ફિલ્મમાં જોઈએ તો, વર્ષ 1979ની 'સુહાગ', 1979માં 'કાલા પથ્થર', 1983માં 'જાની દોસ્ત', 1975માં 'કાલા સોના'નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Happy Birthday Shiku: જાનવી કપૂરે તેના અફવાવાળા બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ અહિં તસવીર
અભિનેત્રીનું રહસ્યમય અવસાન: પરવીન બાબીનું અવસાન એક રહસ્યમય રીતે થયું હતું. તેમનું અવસાન તારીખ 20 જાન્યુઆરી 2005માં થયું હતું. અભિનત્રી ડાયાબિટીસ અને અસ્થિવાથી પિડીત હતી. તારીખ 22 જાન્યૂઆરી 2005ના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં તેમના એપાર્ટમેન્ટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી.