ન્યૂઝ ડેસ્ક: ગુજરાતના ખ્યાતનામ કલાકારોમાં (Famous actors of Gujarat) આદિત્ય ગઢવી, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી, ગીતા રબારી પ્રખ્યાત છે. ગુજરાતના પ્રખ્યાત સંગીત કલાકારો (Latest Musician of Gujarat), જેમનો અવાજ આજે પણ લોકોના દિલમાં ગુંજે છે. ગુજરાતના ગરબા, ડાયરા, ટિમલી પ્રખ્યાત છે. આ કલાકારોએ માત્ર ગુજરાતમાં જ નહિં પરંતુ દેશ અને વિદેશમાં પણ નામના મેળવી છે. આ કલાકારોએ ગુજરાતના લોકોમાં ગીત ગાયને પોતાની ઉંડી છાપ ઉભી કરી છે. નવરાત્રી દરમિયાન એમના ગરબા પણ એટલા જ પ્રખ્યાત (Famous music artists of Gujarat) છે.
આ પણ વાંચો: અવતાર 2ની સ્ટાર કાસ્ટના અસલી ચહેરાઓ, પાન્ડોરા ગ્રહના લોકોની ઓળખ
જીગ્નેશ કવિરાજ: ગુજરાતમાં ગુજરાતી ગીત ગાવામાં પ્રખ્યાત સિંગર જીગ્નેશ કવિરાજ. જીગ્નેશ કવિરાજનો અવાજ લોકોના હ્રુદયમાં ગુંજે છે. પ્રેમ પર ઘણા ગીત તેમણે ગાયા છે. જીગ્નેશ કવિરાજનો જન્મ તારીખ 3 સપ્ટેમ્બર 19988માં મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે થયો હતો. તેમના પરિવારના સદસ્યો પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે. જીગ્નેશ કવિરાજના ગીતમાં જીગ્નેશ કવિરાજના ગીતમાં બેવફા ગીત, પ્રેમના ગીત, ભજન, ગરબા, ડીજે, ટીમલી પરના ગીત જોવા મળે છે. રસિયો રુપાડો, જાનુ મારી લાખોમાં એક, ઉડી પાટણ, યાદ કરે છે સાદ કરે છે, બોવફા તને દુરથી સલામ, લે કચુકો લે, હાથમાં છે વિસ્કી, માની આરતી, પરણીને પારકા થઈ ગયા વગેરે પ્રખ્યાત છે.
કિંજલ દવે: કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. તેમના ગરબા, લગ્ન ગીત, સંતવાણી, લોકડાયરો એવા કાર્યક્રમોથી જણીતા છે. નાની ઉંમરમાં કિંજલ દવેએ માત્ર ગુજરાતમાં જ નહિં પરુંતુ વિદેશમાં પણ આગવી ઓળખ ઉભી કરી છે. કિંજલ દવેના પ્રખ્યાત ગીતમાં લેરી લાલા, મોજમાં, ચાર ચાર બંગડીવાળી, એઢણી મારી, ગોગો ગોગો મારો ગોમ ધણી આ બધા ફેમસ છે.
આદિત્ય ગઢવી: આદિત્ય ગઢવી જન્મ સુરેન્દ્રનગરના મૂળ ગામના છે. યુવા પેઢીઓમાં લોકપ્રિય ગણાતા કલાકાર આદિત્ય ગઠવી છે. તેમના પુર્વજો પણ સંગીત સાથે જોડાયેલા હતા. જેના કારણે સંગીત તેમને વારસામાં મળ્યું છે. નાનપણથી જ તેમનો સંગીત સાથે નાતો હતો. આદિત્ય ગઢવીના પ્રખ્યાત ગીતમાં સપના વિનાની રાત, જોડે રેજો રાજ, મોજમાં રેવુ, રંગ ભીની રાધા, હાલાજી તર હાથ વખાણું, પંખી રેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"
કિર્તીદાન ગઢવી: કિર્તીદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975માં આણંદ જિલ્લામાં વાલોડ નામના ગામમાં થયો હતો. દેશ વિદેશમાં પેરોગ્રામ કરીને સ્ટેઝ ધમધતું કરી દે એવા આ કલાકાર છે. તેઓ ગુજરાના ટોપ કલાકારોમાં લિસ્ટમાં નામ ધરાવે છે. કિર્તીદાન ગઢવીના પ્રખ્યાત ગીતમાં મોગલ, લાડકી, ગોરી રાધાને કાળો કાન, મોગલ છેડતા કાળો નાગ, નગરમે જોગી આયા, ગોવાડિયો, રસિયો રુપાડો રંગ રેલિયો, આતો મારા મદીનો રથનો રણકાર આ બધા ગીત, ડાયરા અને ગરબાનો સમાવેશ થાય છે.
ગીતા રબારી: ગીતા રબારીનો જન્મ 1996માં કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો. તેમના ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા પ્રખ્યાત છે. તેમના બે ગીત રોણા શેરમાં અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે. દેશી ઢોલ, ઢોલ નગાડા, મારી માતાના પગલા જયાં જ્યાં થાય, રોણા શેરમાં, કોઈની પડે એન્ટ્રી, મા તારા આશિર્વાદ, સૈયર મોરી, વાલમિયા, મા મોગલ આ ગીત ફેમશ છે.
ફાલ્ગુની પાઠક: ફાલ્ગુની પાઠક પર્ફોર્મિંગ કલાકાર અને સંગીતકાર છે. તેણીનું સંગીત ગુજરાત રાજ્યના પરંપરાગત સંગીત સ્વરૂપો પર આધારિત છે. 1987માં તેણીની વ્યાવસાયિક શરૂઆતથી તેણી ભારતભરમાં એક વિશાળ ચાહક આધાર સાથે કલાકાર તરીકે વિકસિત થઈ છે. ફાલ્ગુની પાઠકનું નવો ગરબો રિલીઝ કરવામાં આવ્યો હતો.
ઐશ્વર્યા મજમુદાર: ઐશ્વર્યા મજમુદાર ગુજરાતી સિંગર છે. તેણીએ 15 વર્ષની ઉંમરે 2007-08નો મ્યુઝિકલ રિયાલિટી શો STAR વોઈસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદ જીત્યા બાદ લોકપ્રિયતા મેળવી હતી. આખા શો દરમિયાન નિર્ણાયકો દ્વારા તેણીના અભિનય માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને અન્વેષા દત્તા ગુપ્તા સાથે સ્પર્ધા જીતી હતી. ઐશ્વર્યા મજમુદારનો નવો ગરબો 'માં તમે' અને 'ચાંદલીયો ઉગ્યો રે' રિલીઝ કરવામાં આવ્યો હતો.