ETV Bharat / entertainment

69th National Film Awards: આલિયા ભટ્ટે કૃતિ સેનનને પુરસ્કાર માટે અભિનંદન પાઠવ્યાં, ઈમોશનલ પોસ્ટ કરી શેર - આલિયા ભટ્ટને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો

આલિયા ભટ્ટે 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જિત્યા બાદ સોશિયલ મીડિયા પર આભારની લાગણી સાથે નોંધ શેર કરી છે. આ દરમિયાન તેમણે કૃતિ સેનનને પણ અભિનંદન પાઠવ્યાં છે. આલિયા-કૃૃતિ સેનનને ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ શુભકામના પાઠવી છે.

આલિયા ભટ્ટ કૃતિ સેનનને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કાર માટે અભિનંદન પાઠવ્યાં, સુંદર નોંધ કરી શેર

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 1:08 PM IST

મુંબઈ: 69માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત ગુરુવારે તારીખ 24 ઓગસ્ટના રોજ દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવી હતી. બોલિવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક આલિયા ભટ્ટ અને કૃતિ સેનનને આ ઈવેન્ટમાં મોટી જીત મેળવી છે. આલિયા અને કૃતિ સેનન બંને અભિનેત્રીઓએ બેસ્ટ ઓવોર્ડની ઝલક શેર કરી છે. ગંગુબાઈ કાઠિયાવાડીનું નિર્દેશન નિર્માતા સંજય લીલા ભણશાલીએ કર્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. જીત મેળવ્યા બાદ આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર એક સુંદર નોંધ શેર કરી છે. આ દરમિયાન તેમણે કૃતિ સેનનને અભિનંદન પણ પાઠવ્યાં છે, ત્યાર બાદ કૃતિ સેનને પ્રતિક્રિયા પણ આપી છે.

આલિયાએ નોંધ લખી દર્શકોનો માન્યો આભાર: આલિયા ભટ્ટે ગઈકાલે ગુરુવારની રાત્રે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર તસવીરો સાથે હ્રુદયસ્પર્શી નોંધ શેર કરી છે. આ નોંધમાં તેમણે લખ્યું છે કે, ''સંજય સરને, તેમની આખી ટીમને, મારા પરિવાર માટે, મારી ટીમને અને અંતે મારા દર્શકો માટે પ્રેમ. આ નેશનલ એવોર્ડ તમારો છે. કારણ કે, તમારા વગર આ શક્ય ન હતું. હું તમારી ખુબ જ આભારી છું. હું આ ક્ષણને નાની નથી સમજતી. મને આશા છે કે, હું ઘણા લાંબા સમય સુધી તમને એન્ટરટેઈન કરતી રહીશ. લવ એન્ડ લાઈટ. ગંગૂ.''

આલિયા ભટ્ટે કૃતિ સેનનને પાઠવ્યા અભિનંદન: આલિયાએ કૃૃતિ સેનનને અભિનંદન પાઠવતા લખ્યું છે કે, ''કૃતિ મને યાદ છે કે, જે દિવસે મેં મિમી જોઈ હતી ત્યારે તમને મસેજ કર્યો હતો. તે એક ઈમાનદાર અને પાવરફુલ પરફોર્મંસ હતું. હું રડી અન રડતી રહીં. એટલા માટે તમે ડિઝર્વ કરો છો. આ રીતે ચમક્તા રહો. દુનિયા તમારી સીપ છે. બટરફ્લાઈ કૃત સેનન.'' આલિયા દ્વારા અભિનંદન પર કૃતિ સેનને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કોમેન્ટ સેક્શનમાં સ્માઈલ અને રેડ હાર્ટના ઈમોજીસ સાથે લખ્યું છે કે, ''જલ્દી સેલિબ્રેટ કરીશું.''

ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ પાઠવ્યા અભિનંદન: આલિયાની પોસ્ટ પર કૃતિ સેનન ઉપરાંત ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારોએ આ એવોર્ડ માટે શુભકામાના પાઠવી છે. જેમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કરણ જોહર, અનુષ્કા શર્મા, અનિલ કપૂર, સોનાક્ષી સિંહા, દિયા મિર્ઝા, શોભિતા ધુલીપાલા, મૃમાલ ઠાકુર, વાણી કપૂર, મૌની રોય, ઈશા ગુપ્તા, ભૂમિ પેડનેકર, ફૈશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, સોનમ બાજવા જેવી ઘણી હસ્તીઓનું નામન સામેલ છે.

સોની રાજદાને પાઠવ્યા અભિનંદન: અભિનંદન પાઠવવાની ખુશી સર્વત્ર ફેલાઈ ગઈ. આ દમિયાન આલિયા ભટ્ટની માતા સોની રાજદાને પણ પોતાની દિકરીને શુભકામના પાઠવી છે. કૃતિ સેનને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધ સાથે પોસ્ટ અપલોડ કરી છે. રેડ હાર્ટ ઈમોજીસ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ''આંખો નમ છે, હ્રુદય ભરાયેલું છે, નેશનલ એવોર્ડ-મિમી માટે બેસ્ટ એક્ટ્રેસ.''

  1. 69 Th National Film Awards : અલ્લુ અર્જુન શ્રેષ્ઠ અભિનેતા અને આલિયા કૃતિની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે થઇ પસંદગી, જુઓ સંપૂર્ણ યાદી
  2. Bhuli Gai Dil Ni Rani Song: વિક્રમ ઠાકોરનું નવું ગીત 'ભૂલી ગઈ દિલની રાણી'ની રિલીઝ ટેડ આઉટ, પોસ્ટર શેર
  3. National Film Awards: 'છેલ્લો શો' ગુજરાતી ફિલ્મને બે રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત, નિર્દશકે ઝલક શેર કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.