ETV Bharat / entertainment

Sonu Nigam Birthday Party: સોનુ નિગમ મતભેદને ભૂલી ગયા, જન્મદિવસની પાર્ટીમાં ભૂષણ કુમારને ભેટ્યા - સોનુ નિગમ

સોનુ નિગમે મુંબઈમાં પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. શનિવારની રાત્રે સોનુના જન્મદિવસની આ ઉજવણીમાં સંગીત ઉદ્યોગના મિત્રોએ હાજરી આપી હતી. આ પ્રસંગ સોનુ માટે એક મહત્ત્વપુર્ણ અને ખાસ હતો. કારણ કે, આ ઉજવણીમાં ટી-સિરીઝના હેડ ભૂષણ કુમારે હાજરી આપી હતી. જેમની સાથે સોનુ નિગમનો વર્ષ 2020માં જાહેર ઝઘડો થયો હતો.

સોનુ નિગમ મતભેદને ભૂલી ગયા, જન્મદિવસની પાર્ટીમાં ભૂષણ કુમારને ભેટ્યા

author img

By

Published : Jul 30, 2023, 4:33 PM IST

હૈદરાબાદ: ગાયક સોનુ નિગમે તેમનો 50મો જન્મદિવસ ભવ્ય શૈલીમાં ઉજવ્યો હતો. આ પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સોનુ નિગમ ખુબ જ ખુશ જોવા મળી રહ્યાં છે, તેઓ સંગીત ઉદ્યોગના મિત્રો અને સહકર્મીઓથી ઘેરાયેલા જોવા મળે છે. આ પાર્ટી આનંદ, હાસ્ય અને હ્રુદયસ્પર્શી ક્ષણોથી ભરેલી હતી. આ કાર્યક્રમમાં અનુપ જલોટા, મીકા સિંઘ અને સુદેશ ભોસલે જેવા કાલાકરો તેમજ સતીશ શાહ અને જેકીશ્રોફ જેવા લોકપ્રિય કલાકારો ઉપસ્થિત રહ્યાં હતા. નોંધનિય છે કે, ટી સિરીઝના હેડ ભૂષણ કુમાર હાજર હતા. આ એક એવી વ્યક્તિ છે જેમની સાથે સોનુ નિગમનો 2020માં જાહેર ઝઘડો થયો હતો.

વર્ષોનો ઝઘડો થયો દુર: ભૂતકાળમાં સોનુ નિગમે તેમની યુટ્યુબ ચેનલ પર મરિના કુવારને દર્શાવતો એક વીડિયો રિલીઝ કરવાનો ઈરાદો દર્શાવતા ભૂષણ કુમારને ચેતવણી આપી હતી, ત્યારે તેઓ ચર્ચામાં આવ્યા હતા. જોકે, જન્મદિવસની પાર્ટીમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. કારણ કે, સોનુ નિગમ અને ભૂષણ કુમાર બંન્ને મતભોદો ભૂલી જઈને ઉષ્માપૂર્વક આલિંગન આપતા અને મૈત્રીપૂર્ણ મશ્કરી કરતા જોવા મળ્યા હતા.

ધુમધામથી જન્મદિવસની ઉજવણી: સાંજની વિશેષતા એ હતી કે, જ્યારે સોનુ નિગમે કેક કાપી હતી, ત્યારે તેમના મહેમાનોએ ખુબ જ ઉત્સાહપૂર્વક જન્મદિવસનું ગીત ગાયું હતું. જેનાથી આનંદી વાતાવરણ સર્જાયુ હતું. સમગ્ર ઉજવણી દરમિયાન સોનુએ સચિન, મીકા અને સુદેશ જેવા તેમના સાથી કાલકારો સાથે ગીતો ગાયને તેમની સંગીત પ્રતિભા દર્શાવી હતી. તેમના મધુરે અવાજે સૌને મોહિત કર્યા હતા.

  1. Oppenheimer: ભારતીય બોક્સ ઓફિસ પર 'ઓપેનહેમર' એક ડગલું આગળ, 'બાર્બી'ની પીછેહટ
  2. Sara Ali Khan Cameo: 'રોકી ઓર રાની'માં સારા અલિ ખાનનો કેમિયો, જુઓ ગીત હાર્ટથ્રોબમાં રણવીર સાથે એક ઝલક
  3. Kiara Advani First Look: કિયારા અડવાણીના જન્મદિવસ પર રામ ચરણની ફિલ્મમાંથી ફર્સ્ટ લુક રિલીઝ થવાની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.