ETV Bharat / entertainment

Yash Soni Video: દર્શકોએ '3 એક્કા' ફિલ્મના કર્યા વખાણ, યશ સોનીએ કહ્યું- 'થેેન્ક યુ' - 3 એક્કા બોક્સ ઓફિસ કલકેશન

તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ '3 એક્કા' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ દરમિયાન એશા કંસારાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં '3 એક્કા' ફિલ્મના સ્ટાર યશ સોનીએ દર્શકોનો આભાર માન્યો હતો. દર્શકોએ ફિલ્મને લઈ સારો પ્રતિસાદ આપ્યો હતો.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 11:05 AM IST

અમદાવાદ: એશા કંસારાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''પબ્લિકને ગમ્યું છે, એટલે જ તો બોક્સ ઓફિસ પર જામ્યુ છે. જનતા વર્ડીક્ટ-સુપરહિટ. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું છે કે, '3 એક્કા' તમારી નજીકના સિનેમાઘરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.'' '3 એક્કા' મલ્હાર ઠાકર, યશ સોની, એશા કંસારા, હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા અભિનીત ફિલ્મે બોક્સ ઓફિસ શાનદાર કમાણી કરી છે.

એશા કંસારાએ વીડિયો કર્યો શેર: એશા કંસારા દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો એક થિયેટરનો છે, જેમાં '3 એક્કા' ફિલ્મના સ્ટાર યશ સોની જીતી ગયા.. જીતી ગયા.. કહેતા દોડતા આવી રહ્યાં છે. આ દરમિયાન યશ સોની પોતાની ફિલ્મની સફળતાને લઈને ખુબ જ ખુશ છે. વીડિયોમાં યશ સોનીને જોઈ દર્શકો ઉત્સાહ વધી ગયો હતો. આ સાથે એશા કંસારા સહિત તર્જની ભાડલા અને કિંજલ રાજપ્રિયા પણ જોવા મળે છે. '3 એક્કા' ફિલ્મની સ્ટરાકાસ્ટને જોઈ દર્શકોની ખુશીની કોઈ સીમા ન રહી.

યશ સોનીએ દર્શકોનો આભાર વયક્ત કર્યો: યશ સોનીએ કહ્યું છે કે, ''તમે ગુજરાતના આખા થિયેટર પેક કરી દીધા છે. અમને ફિલ્મ જોવા જવા માટે ટિકિટ નથી મળતી. આભાર.'' વીડિયોમાં દર્શકોએ ફિલ્મને લઈ શાનદાર પ્રતિસાદ આપ્યો છે. દર્શકોએ જણાવ્યું હતું કે, ''ફિલ્મમાં એક્ટર અને એક્ટિંગ બહુ સરસ છે.'' અન્ય એકે કહ્યું, ''મૂવી જોવા જેવું છે.'' એક દર્શકે ફિલ્મને સુપર 'ગણાવી' હતી. એક દર્શકે ફિલ્મના વખાણ કરતા જણાવ્યું હતું કે, ''એક વખત નહિં પરંતુ બે થી ત્રણ વાર જોઈ શકાય એવી ફિલ્મ છે.''

ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્સન: '3 એક્કા' ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ઈન્ડસ્ટ્રી સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, '3 એક્કા' ફિલ્મે પ્રથમ સપ્તાહના અંતમાં 12.56 કરોડની કમાણી કરી હતી. 9માં દિવસે બોક્સ ઓફિસ પર 1.89 કમાણી કરી હતી. આ સાથે '3 એક્કા' ફિલ્મે 9 દિવસમાં કુલ 15.68 ઈન્ડીયા નેટ કમાણી કરી છે. આ ફિલ્મ USA, UK, કેનેડા અને આયર્લેન્ડમાં પણ ચાલી રહી છે.

  1. Jailer OTT Date: બોક્સ ઓફિસ પર જંગી સફળતા પછી, 'જેલર' OTT પર રિલીઝ થવા માટે તૈયાર
  2. Scam 2003 Screening: 'સ્કેમ 2003 ધ તેલગી સ્ટોરી'નાં સ્ક્રીનિંગમાં પ્રતિક ગાધીએ કહી મોટી વાત, જાણો ક્યારે સ્ટ્રીમ થશે
  3. Gadar2 Success Party: સની દેઓલે હોસ્ટ કરી 'ગદર 2'ની સક્સેસ પાર્ટી, સલમાન શાહરુખ સહિત આ કલાકારોએ મેહફિલ જમાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.