ETV Bharat / elections

સિનિયર સિટિઝને હૃદયના ઓપરેશનના 24 કલાકમાં જ કર્યું મતદાન

અમદાવાદઃ નડિયાદના 72 વર્ષના વૃદ્ધે હાર્ટ બ્લોકનું નિદાન થયા પછી પરમેનન્ટ પેસમેકર ઈમ્પ્લાન્ટ કરાવ્યા બાદ મંગળવારે એબ્યુલન્સ મારફતે તેમના મૂળ વતન ઉતરસાંડામાં જઈ મતદાન કર્યું હતું. 72 વર્ષીય દર્દી મતદાનમાં ભાગ લઈ શકે માટે હોસ્પિટલ દ્વારા તાકેદારી રાખી વહેલી રજા આપી દેવામાં આવી હતી.

author img

By

Published : Apr 23, 2019, 10:25 PM IST

સ્પોટ ફોટો

દેશના ભવિષ્ય માટે દરેકનો મત મહત્વનો ફાળો ભજવે અને આ વાતને આ વૃદ્ઘે સિદ્ધ કરી બતાવી છે. હૃદયની ગંભીર બિમારીથી પિડાતા હોવા છતાં તેમણે મતદાન કર્યું છે એટલું જ નહિ ગઈકાલે જ સોમવારે તેમને પરમેનન્ટ પેસમેકર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું તેમ છતાં મંગળવારે યોજાયેલી ચુંટણીમાં મતદાન મથક પર હાજરી આપી તેમણે પોતાની અડગ ઈચ્છા શકિતની સાબિતી આપી હતી.

ઓપરેશનના 24 કલાકમાં જ કર્યું મતદાન

અમદાવાદ સિમ્સ હોસ્પિટલના ડિરેક્ટર એરિથમીયા અને એચ.એફ. ડિવાઈસ ક્લિનિક ડો. અજય નાયકે જણાવ્યું હતું કે "દર્દી ને કમ્પલીટ હાર્ટબ્લોકને કારણે રવિવારે દાખલ કરાયા હતા અને સોમવાર તા. 22 એપ્રીલના રોજ તેમનું પરમેનન્ટ પેસમેકર ઈમપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ એક જીવલેણ રોગ છે અને તેમાં હૃદયરોગના હૂમલાને કારણે ઓચિંતુ મોત થઈ શકે છે. સામાન્ય રીતે આ શસ્ત્રક્રિયા પછી દર્દીને સંપૂર્ણ સાજા થવા માટે બે સપ્તાહના આરામની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ વૃધ્ધ વ્યક્તિએ ભારતના નાગરીક તરીકે ફરજ બજાવવા માટે મતદાન કરવાની ઉંડી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમનો ઉત્સાહ અને દ્રઢ ઈચ્છા જોઈને તથા તેમની તબીયત ઝડપથી સુધારો જોવા મળતા અમે તેમની ઈચ્છા પૂર્ણ કરવાનુ પસંદ નક્કી કર્યું. હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે વૃદ્ધને તેમના વતન નડિયાદ પાસે આવેલા ઉતરસાંડા લઈ જવામાં આવ્યા હતા.

સામાન્ય રીતે હૃદયના ઉપરના ખાના એટ્રીયામાંથી નીચેના ખાના વેન્ટ્રીકલ્સ સુધી ઈલેકટ્રીકલ સિગ્નલ પસાર ન થાય ત્યારે કમ્પલીટ હાર્ટ બ્લોક પેદા થાય છે. આવી હાલતમાં હૃદયની ગતિ મંદ પડી જાય છે. ત્યારે પેસમેકર સિસ્ટમની મદદ વડે કાળજીપૂર્વક કેલીબ્રેટ કરેલી ઈલેક્ટ્રીક પલ્સ હૃદયના સ્નાયુઓને સતેજ કરી હૃદયને ફરીવાર તંદુરસ્ત રીતે ધબકવા લાગે છે.

72 વર્ષીય દર્દીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે " ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. આ ઉજવણીમાં જોડાવાની અને મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. દરેક મત ગણતરીમાં લેવાય છે અને તે અમૂલ્ય છે. આથી મેં ડોકટરોને વિનંતી કરી હતી કે, મને વહેલી રજા આપવામાં આવે કે જેથી હું મારી ફરજ બજાવી શકુ. હું સીધો મતદાન મથકે જઈને મતદાન કરી શકુ તેની વ્યવસ્થા બદલ હોસ્પિટલનો પણ આભારી છું.

R_GJ_AHD_12_23_APRIL_2019_SENIOR_CITIZEN_HRIDAY_NA_OPERATION_24_KALAK_BAD_MATDAN_KARYU_VIDEO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - સિનિયર સિટિઝને હૃદયના ઓપરેશનના 24 કલાક બાદ મતદાન કર્યું.

નડીયાદના 72 વર્ષના વૃદ્ધે કમ્પલીટ હાર્ટ બ્લોકનુ નિદાન થયા પછી પરમેનન્ટ પેસમેકર ઈમ્પ્લાન્ટ કરાવ્યા બાદ મંગળવારે એબ્યુલન્સ મારફતે તેમના મૂળ વતન ઉતરસાંડામાં જઈ મતદાન કર્યું હતું. 72 વર્ષીય દર્દી મતદાનમાં ભાગ લઈ શકે માટે હોસ્પિટલ દ્વારા તાકેદારી રાખી વહેલી રજા આપી દેવામાં આવી હતી....

દેશના ભવિષ્યમાં આપણા મત મહત્વનો ફાળો ભજવે અને આ વાતને આ વૃદ્ઘ સિદ્ધ કરી બતાવી છે..હૃદયની ગંભીર બિમારીથી પિડાતા હોવા છતાં તેમણે મતદાન કર્યું છે...એટલું જ નહિ ગઈકાલે જ સોમવારે તેમને પરમેનન્ટ પેસમેકર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું તેમ છતાં મંગળવારે યોજવનારી ચુંટણીમાં મતદાન મથક પર હાજરી આપી તેમણે પોતાની અડગ ઈચ્છા શકિતની સાબિતી આપી છે....

અમદાવાદ સિમ્સ હોસ્પિટલના  ડિરેકટર એરિથમીયા અને એચ.એફ. ડિવાઈસ ક્લિનિક ડો. અજય નાયકે જણાવ્યું હતું  કે " દર્દી ને કમ્પલીટ હાર્ટબ્લોકને કારણે રવિવારે દાખલ કરાયા હતા અને  સોમવાર તા. 22 એપ્રીલના રોજ તેમનું પરમેનન્ટ પેસમેકર ઈમપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ એક જીવલેણ રોગ છે અને તેમાં હૃદયરોગના હૂમલાને કારણે ઓચિંતુ મોત થઈ શકે છે. સામાન્ય રીતે  આ શસ્ત્રક્રિયા પછી દર્દીને  સંપૂર્ણ સાજા થવા માટે બે સપ્તાહના આરામની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ વૃધ્ધ વ્યક્તિએ ભારતના નાગરીક તરીકે ફરજ બજાવવા માટે મતદાન કરવાની ઉંડી  ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમનો ઉત્સાહ અને દ્રઢ ઈચ્છા જોઈને તથા તેમની તબીયત ઝડપથી સુધાર જોવા મળતા અમે તેમની ઈચ્છા પૂર્ણ કરવાનુ પસંદ નકકી કર્યું. હોસ્પિટલની એમબ્યુલન્સ મારફતે મતદાન કરવા માટે વૃદ્ધને તેમના વતન નડીયાદ પાસે આવેલા ઉતરસાંડા જવામાં આવ્યા હતા...

સામાન્ય રીતે હૃદયના ઉપરના ખાના એટ્રીયામાંથી નીચેના ખાના વેન્ટ્રીકલ્સ સુધી ઈલેકટ્રીકલ સિગ્નલ પસાર ન થાય ત્યારે કમ્પલીટ હાર્ટ બ્લોક પેદા થાય છે. આવી હાલતમાં હૃદયની ગતિ મંદ પડી જાય છે ત્યારે પેસમેકર સિસ્ટમની મદદ વડે કાળજીપૂર્વક કેલીબ્રેટ કરેલી ઈલેક્ટ્રીક પલ્સ હૃદયના સ્નાયુઓને સતેજ કરી હૃદયને ફરીવાર તંદુરસ્ત રીતે ધબકવા લાગે છે. 

72 વર્ષીય દર્દીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે " ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. આ ઉજવણીમાં જોડાવાની  અને મતદાન કરવાની દરેક નાગરિકની ફરજ છે. દરેક મત ગણત્રીમાં લેવાય છે અને તે અમૂલ્ય છે. આથી મેં ડોકટરોને વિનંતી કરી હતી કે મને વહેલી રજા આપવામાં આવે કે જેથી હું મારી ફરજ બજાવી શકુ. હું સીધો મતદાન મથકે જઈને મતદાન કરી શકુ તેની વ્યવસ્થા બદલ હોસ્પિટલનો પણ આભારી છું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.