ETV Bharat / crime

અંધશ્રધ્ધામાં ફસાયો પરિવાર, ગુમાવ્યા લાખો રૂપિયા - વીડિયો વાયરલ થતાં મચી ચકચાર

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ગોલા ગામમાં એક પરિવાર અંધશ્રધ્ધાનો શિકાર બન્યો છે. (Family trapped in superstition) અંધશ્રધ્ધાના કારણે પરિવારને 35 લાખની રોકડ રકમ અને 1 લાખ 70 હજારના દાગીના ગુમાવવાનો વારો આવ્યો છે. (lost 35 lakh rupees and jewelry)ભુવા બનીને આવેલા ત્રણ શખ્સોએ પરિવાર છેતરપિંડી કરી હતી. પોલીસે સમગ્ર કાંડ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ભુવામાં ફસાયેલા પરિવારે પોતાનું દુ:ખ દૂર થવાની આશાએ પોતાના લાખો રૂપિયા ગુમાવ્યા

author img

By

Published : Dec 14, 2022, 10:49 PM IST

ભુવામાં ફસાયેલા પરિવારે પોતાનું દુ:ખ દૂર થવાની આશાએ પોતાના લાખો રૂપિયા ગુમાવ્યા

બનાસકાંઠા: એકવીસમી સદીમાં પણ ભારતમાં હજુ પણ લોકો અંધશ્રધ્ધાને(Superstition in India in the 21st century) માની રહ્યા છે અને તેનો ભોગ બની રહ્યા છે. ધાનેરા તાલુકામાં આવેલા ગોલા ગામમાં રહેતા રમેશભાઈ પટેલ તેમના પશુઓના મોત થતાં કોઈના કહેવાથી ભુવાના સંપર્કમાં આવ્યા હતા.(Family trapped in superstition) ભુવામાં ફસાયેલા પરિવારે પોતાનું દુ:ખ દૂર થવાની આશાએ પોતાના લાખો રૂપિયા ગુમાવ્યા હતા.(lost 35 lakh rupees and jewelry)

દુ:ખ દૂર કરવા ભુવાના સહારે: રમેશભાઈ પટેલ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરે છે. અને છેલ્લા કેટલાક સમયથી તેમના પશુઓના મોત થતાં તેમનો આખો પરિવાર દુખી હતો. ત્યારે રમેશભાઈ પટેલે તેમની પરિસ્થિતિ વિશે એટા ગામના મફાભાઈ રબારી અને પ્રાગાભાઈ રબારીને વાત કરી હતી. તેમણે રમેશભાઈ અને તેમના પરિવારનો સંપર્ક ચેહર માતાના ભુવા તરીકે આ વિસ્તારમાં જાણીતા શંકર રબારી, મશરૂ રબારી અને નેહા રબારી પાસે કરાવ્યો હતો અને નવરાત્રિ દરમ્યાન આ ત્રણેય ભૂવાઓને તેમના ઘરે બોલાવ્યા હતા. આ ત્રણ ભુવા રમેશભાઈના ઘરે પહોંચ્યા ત્યારે તેમણે રમેશભાઈને જણાવ્યુ હતું કે તમારા પાછળ 82 વર્ષ પહેલા ચેહર માતા છોડવામાં આવ્યા છે અને તેમણે પાછા વાળવા માટે રમેશભાઈના પરિવારને બાધા આપી હતી. અને બાધા પૂરી થાય ત્યાં સુધી જામીન તરીકે રમેશભાઈના સસરા અને બનેવીને રાખ્યા હતા. ત્યારબાદ 11 ડિસેમ્બરના આ ભૂવાઓ ફરીથી રમેશભાઈના ઘરે આવ્યા હતા.અને પાટ બેસાડયો હતો. પાટ બેસાડયા બાદ આ ભૂવાઓએ જણાવ્યુ કે તમારી મુશ્કેલીઓ અમારા દ્વારા આપવામાં આવેલી બાધાને પગલે દૂર થઈ છે ત્યારે તમારે શરત મુજબ અમને પણ કઈક આપવું પડશે. ત્યારે આ ભૂવાઓએ એક રૂપિયાથી માંડી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. અને ત્યારબાદ ભૂવાઓએ ધૂણવાની શરૂઆત કરી અને ધૂણતા ધૂણતા પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો તમે માંગણી પૂરી નહીં કરો તો તમારું દુખ પાછું આવશે.

આ પણ વાંચો - નવસારીમાં અંધશ્રધ્ધા અને લાલચના કારણે આધેડે ગુમાવ્યો જીવ, મિત્રોએ હત્યા કરી મૃતદેહને દફનાવી દીધો !

વીડિયો વાયરલ થતાં મચી ચકચાર: ભૂવાઓની માંગણીઓને પગલે રમેશભાઈના પરિવાર દ્વારા તેમના બનેવી પાસેથી વીસ લાખ અને અન્ય લોકો પાસેથી ૧૫ લાખની રકમ એકત્રિત કરી અને 1 લાખ સિત્તેર હજારના સોના-ચાંદીના દાગીના ધાનેરાથી લાવીને પાંત્રીસ લાખ રૂપિયા રોકડા અને એક લાખ સિત્તેર હજારના દાગીના પાટ પર મૂક્યા હતા. રમેશભાઈના પરિવાર દ્વારા જે રકમ મૂકવામાં આવી હતી તે રકમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. બાદમાં આ ભૂવાઓ તમામ રકમ અને સોના-ચાંદીના દાગીના લઈને રમેશભાઈના ઘરેથી નીકળી હતા. આ સમગ્ર ઘટના બાદ રમેશભાઈના પરિવાર દ્વારા ભૂવાઓને જે ભેટ આપવામાં આવી હતી તે ભેટનો પાટ પર મૂકવામાં આવેલો વીડિયો વાયરલ ચકચાર મચી ગઈ હતી. આવી અંધશ્રધ્ધાને પ્રોત્સાહન ના મળે તે માટે જીવાણાના ગાદીપતિ રતનગિરિ મહારાજ અને અર્બુદા સેનાનાના આગેવાનો પણ રમેશભાઈના ઘરે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે રમેશભાઈ અને તેમના પરિવારને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.. જેને પગલે પરિવારના એક માત્ર રમેશભાઈએ આ અંગે ધાનેરા પોલીસ મથકમાં તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની અરજી આપી હતી. જ્યારે આ ઘટના અંગે પરિવારના કોઈ સભ્યો કઈ જ બોલવા તૈયાર નથી.

પરિવાર હજુ પણ ભુવાના પ્રભાવમાં: આ ભુવાઓના પ્રભાવમાં રમેશ અને તેમનો પરિવાર ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો છે. સંતો અને મહંતોથી માંડીને સામાજિક આગેવાનોની સમજાવટ બાદ પણ પરિવાર હજુ સુધી તેમની સાથે થયેલી છેતરપિંડીની ઘટનાને સ્વીકારવા તૈયાર નથી. ત્યારે આ ભૂવાઓ દ્વારા પરિવારને કેટલી હદ સુધી પ્રભાવિત કરી દેવામાં આવ્યો છે તે સમજી શકાય છે. આ ઘટના આજના આધુનિક યુગમાં ખૂબ જ ગંભીર ઘટના છે અને લોકોએ આવી અંધશ્રધ્ધાથી દૂર રહેવું જોઇયે. કારણ કે આવા વ્યક્તિઓની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ખતરનાક હોય છે. આવા તત્વો લોકોને ધીરે ધીરે વાતોમાં ઉતારીને વિશ્વાસ જીત્યા બાદ મોટી છેતરપિંડી કરતાં હોય છે.

ભુવાઓથી સતર્ક રહેવા અપીલ: અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતી આ ઘટનાને લઈ પોલીસ પણ ખૂબ જ સક્રિય બની ગઈ છે અને આ ઘટનાની તપાસ ચલાવી રહી છે. આવા કોઈ શખ્સો અંધશ્રધ્ધાને પ્રોત્સાહન આપતા હોય તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અને લોકોને આવી બદીઓથી દૂર રહેવા જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.