ન્યૂઝ ડેસ્ક: MeToo આરોપી સાજિદ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ (MeToo accused Sajid Khan) નોંધાવનાર બોલિવૂડ એક્ટર અને મોડલ શર્લિન ચોપરાએ મહિલા પોલીસ ઓફિસર પાસે પોતાનું નિવેદન નોંધ્યું છે. આ ઉપરાંત તેમણે સલમાન ખાનને ખાસ વિનંતી કરી છે. સાજિદ 2018 માં MeToo વિવાદમાં ફસાઈ ગયો હતો. જ્યારે ઉદ્યોગની 9 મહિલાઓએ (જેમણે તેની સાથે તેના વિવિધ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું) ફિલ્મ નિર્માતા પર તેમની જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. શર્લિનની સાથે, સલોની ચોપરા, આહાના કુમરા અને મંદાના કરીમી સહિતની અભિનેત્રીઓએ સાજિદ ખાન વિરુદ્ધ સામે આરોપો મૂક્યો હતો. શર્લિન, જેણે હવે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા વિરુદ્ધ તેનું નિવેદન નોંધ્યું છે. નિવેદન રેકોર્ડ કરવાના સમગ્ર અનુભવ વિશે અને સલમાન ખાનને તેના સમર્થન માટે અપીલ (Appeal to Salman Khan for his support) કરી હતી એ બાબતે તેમણે ANI સાથે વાત કરી હતી.
"મારી અપીલ છે કે, બોલીવુડના બેવડા ધોરણો સામે, જાતીય શોષણ સામેની અમારી લડાઈમાં જોડાઓ. મારી ખાસ વિનંતી સલમાન ખાનને છે કે, જેઓ તેમના મિત્ર દ્વારા અન્યાય કરવામાં આવી હોય તેવી મહિલાઓની દુર્દશાને ખૂબ જ સહજતાથી અવગણી રહ્યા છે. લોકો તમને 'ભાઈજાન' કહે છે. તમે અમારા માટે સ્ટેન્ડ કેમ નથી લઈ શકતા ? તમે અમારા માટે મોટા ભાઈ કેમ નથી બની શકતા ? તમે અમારા છેડછાડ કરનાર, રીઢો ગુનેગાર અને રીઢો જાતીય શિકારીને તમારા ઘરમાંથી કેમ દૂર કરી શકતા નથી. અમારા પ્રત્યે આ ઉદાસીનતા કેમ ? અમારો આગળનો કાર્યક્રમ સલમાન ખાનના ઘરની બહાર એક મૌન વિરોધ કરવાનો છે અને તેમને વિનંતી કરવા માટે કે, તેઓ અમારા પ્રત્યે થોડી સહાનુભૂતિ દાખવે કારણ કે, અમે તેને 'ભાઈજાન' માનીએ છીએ."--- શર્લિન ચોપરા (બોલિવૂડ એક્ટર અને મોડલ)
શર્લિન ચોપરાએ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા વિરુદ્ધ તેમનું નિવેદન નોંધ્યું છે કે,
શર્લિન ચોપરા: મને કહેવામાં આવ્યું છે કે, જે પોલીસ અધિકારીને મારો કેસ સોંપવામાં આવ્યો છે તે હાજર નથી. મેં તેમને નિવેદન લેવા માટે મને એક મહિલા અધિકારી આપવા વિનંતી કરી. મને કહેવામાં આવ્યું કે, જુહુ PSમાં કોઈ મહિલા પોલીસ અધિકારી હાજર નથી. તેથી, મેં હમણાં જ એક મહિલા પોલીસ અધિકારી મેઘાને મારું નિવેદન પૂરું કર્યું છે. જે PSI છે અને મને ખાતરી આપવામાં આવી કે, તેઓ MeTooના આરોપી સાજીદ ખાનને પૂછપરછ માટે બિગ બોસના ઘરમાંથી બોલાવશે.
નિવેદન: હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, આ માત્ર મારી લડાઈ નથી, ના તે દરેક મહિલાની લડાઈ છે. જેને MeeToo ના આરોપી સાજિદ ખાન દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે. આ દરેક વ્યક્તિની લડાઈ છે, જે માને છે કે જાતીય છેડતી છે. જાતીય છેડતી એ જન્મસિદ્ધ અધિકાર નથી કે, જેનું શોષણ અથવા દુરુપયોગ ખાસ કરીને સાજિદ ખાન જેવા લોકો દ્વારા કરવામાં આવે. જેઓ બોલીવુડમાં ખાન ગેંગના ફેવરિટ છે. તેઓ ખૂબ મોટા કોન્ટેક્ટ ધરાવે છે, તેથી તે તેમની સામે લડવું આપણા માટે મુશ્કેલ છે. જો અમારી સ્થિતિને તેમની સાથે સરખાવો, તે ખાન કેમ્પના છે. તેમની સામે લડવા માટે ઘણી બહાદુરી અને ધીરજની જરૂર પડે છે.