ETV Bharat / crime

સુરત અમરોલી ટ્રીપલ મર્ડર કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી

સુરત શહેરના અમરોલી ટ્રીપલ મર્ડર(Surat Amroli triple murder case) મામલે આજ રોજ પોલીસે માત્ર 9 દિવસ ની અંદર જ નામદાર કોર્ટમાં 45 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી છે. જોકે ગૃહપ્રધાનના આદેશ બાદ મર્ડર કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.

Surat Amroli triple murder case
Surat Amroli triple murder case
author img

By

Published : Jan 3, 2023, 10:52 PM IST

સુરત: શહેરના અમરોલી ટ્રીપલ મર્ડર (Surat Amroli triple murder case)મામલે આજ રોજ પોલીસે માત્ર 9 દિવસ ની અંદર જ નામદાર કોર્ટમાં 45 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી છે. જોકે ગૃહ મંત્રીના આદેશ બાદ મર્ડર કેસમાં પોલીસની ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે અને હવે નામદાર કોર્ટમાં આ મામલે ઝડપથી કેસ ચાલશે તેવું માની શકાય છે.

આરોપીના ત્રણ દિવસના જ રિમાન્ડ મંજૂર: આ કેસમાં ત્રણ આરોપીઓ છે. એમાંથી એક આરોપી સગીર વયનો છે. જોકે જે તે સમય દરમિયાન આ ત્રણે આરોપીની ધરપકડ કર્યા બાદ બે આરોપીને નામદાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા અને સગીર વયના આરોપીને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસે આ હત્યાના મુખ્ય આરોપી આશિષ રાઉતના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ ડબલ મર્ડર કેસ મામલે ખુલાસો,કમ્પાઉન્ડરએ હત્યા કરી હોવાનું કબૂલ્યું

પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા: પાંચ દિવસના રિમાન્ડ એટલા માટે માગવામાં આવ્યા હતા કે, બંને કારીગર આરોપીએ હત્યા કરીને હત્યામાં વાપરેલા લાકડાનો ફટકો અને છરો ક્યાં ફેંકી દીધો છે. તે તપાસ માટે આરોપી સાથે રહેવો ખૂબ જ જરૂરી છે. પકડાયેલા આરોપી આ પેહલા કોઈ અન્ય ગુનામાં પકડાયે છે કે નહીં, બંને આરોપીઓ મૂળ ઓરિસ્સાના છે. છેલ્લા ત્રણેક વર્ષથી ગુજરાતમાં આવીને રહે છે. તારે ભૂતકાળમાં આ પ્રકારનો ગુનો કર્યો છે કે નહીં, તે તમામ પ્રકારના તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતમાં પુત્રીની હત્યા કરનાર પિતાને આજીવન કેદની સજા

શું હતી ઘટના: ગત રવિવારના રોજ શહેરના એક સાથે એક જ પરિવારના ત્રણ લોકોની હત્યાની ઘટના સામે આવી હતી. અમરોલી વિસ્તારમાં વેદાંત ટેકસો નામના એમ્બ્રોઇડરીના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી હતી. કારખાનાના માલિકે કારીગરને કામ પરથી છુટ્ટો કરી દેતા કારીગરે મળતીયાઓને બોલાવી માલિક ઉપર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં માલિકને બચાવા જતા પિતા અને મામાં બંનેઓ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક 108 એમ્યુલેન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં ત્રણે જણાની ટૂંકી સારવાર બાદ મોત થતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.