ETV Bharat / crime

પડ્યા પર પાટું : જેલમાં બંધ અનેક કેદીઓ પર નોંધાઈ પોલિસ ફરિયાદ - જામનગરના પોલીસ ઈન્સ્પેક્ટર

જામનગરમાં જિલ્લા સિપાઈ ઉપર હુમલાના બનાવએ મામુલી વાત બની ગઈ છે. જીલ્લાની જેલમાં(Jamnagar District Jail) અવાર નવાર ઝઘડાઓ થતા જ હોય છે. જેલમાં યાર્ડનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરતા જેલગાર્ડને(Jamnagar Jail Guard ) આરોપીઓએ રોક્યા હતા.

Jamnagar District Jail: જામનગરમાં કઈ બાબતે જેલમાં સર્જાઈ બબાલ, 14 કેદીઓ સામે પોલિસ ફરિયાદ

author img

By

Published : May 7, 2022, 7:00 PM IST

જામનગર: જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા સિપાઈ ઉપર હુમલાના બનાવ કાંઈ નવી વાત રહી નથી. અવાર નવાર જીલ્લા જેલમાં છાસવારે ઝઘડાઓ(Jamnagar District Jail Fights) પ્રકાશમાં આવતા હોય છે. તેવામાં જામનગર જીલ્લા જેલમાં(Jamnagar District Jail) ફરજ બજાવતા ધર્મદીપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા જેલમાં યાર્ડ નં.5 અને 6 ઉપર તેની ફરજ પર હોય ત્યારે આરોપી હનીફ રસુલ મકવાણાને યાર્ડ નં. 4માંથી 6માં જતા રોકતા ફરીયાદી ઉશ્કેરાઈ જઈ ધર્મદીપસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેલમાં યાર્ડનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરતા જેલગાર્ડને આરોપીઓએ રોક્યા હતા.

આ પણ વાંચો: Vadodara Central Jail: વડોદરાની જેલમાં કોન્સ્ટેબલે એવું તે શું કહ્યું કે કેદીએ કરી નાખ્યો હુમલો, જાણો સમગ્ર ઘટના

આરોપીઓ દ્વારા યાર્ડનો દરવાજો બંધ ન કરવા બબાલ - જેલ ગાર્ડ દ્વારા યાર્ડનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરતા તમામ 14 શખ્સો એકસંપ થઇ યાર્ડનો દરવાજો પકડી રાખી બંધ ‘ન’ કરવા ઝઘડો કર્યો હતો. જેલની અંદર દેકારો થતા અન્ય સિપાઈ અને જેલર દોડી ગયા હતા. જેથી કેદીઓ દ્વારા જેલ ગાર્ડની(Jamnagar Jail Guard) ફરજ રૂકાવટ કર્યાં અંગેની પોલીસને(Jamnagar Police ) જાણ કરાઇ હતી. આથી પોલીસ કાફલો જિલ્લા જેલ ખાતે દોડી જઈ સમગ્ર હકીક્તનો તાગ મેળવ્યો હતો.

આ પણ વાંચો: Prisoners Bhajiya House Closed in Bhuj : પાલારા જેલના ફેમસ ભજીયા હાઉસને કેમ લાગ્યા તાળાં?

આરોપીના નામ આ પ્રમાણે છે - હનીફ રસુલ મકવાણા, કાદર ઉર્ફે ઓઢીયો જુમા જુણેજા, શબીર ઉર્ફે માઇકલ ઉમર ખફી, સોહીલ મહમદ પારેખ, જાફર સીદીક જુણેજા, ઉબેદ અબ્દુલ કોરડીયા, જહાંગીર યુસુફ ખફી, અબાર ઉર્ફે કારીયો હુશેન સફિયા, અસલમ હુશેન સફિયા, મુસ્તાક હોથી ખફી, એઝાજ દાઉદ સફિયા, સાલેમામદ ઉર્ફે કચ્છી ઇશા દાઉદ છરૈયા, એઝાઝ ઉર્ફે ચકલી કદર શેખ, અશરફ ઇલ્યાસ સાયચા.

આથી પોલીસે ધર્મદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ચૌંદ શખ્સો સામે ઇ.પી.કો 186 , 506 ( 2 ) 143, 114 મુજબ ગુનોં દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સીટી-Aના PI(Jamnagar Police Inspector) મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ PSI(Jamnagar Police Sub Inspector) એ.એ નોયડા ચલાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.