ETV Bharat / crime

અમદાવાદ શહેરનાં મેમકો ખાતે આરોપીઓએ મોબાઈલની લૂંટ માટે કરી હત્યા - Mobile robbery

અમદાવાદમાં મેમ્કો રાજીવ ગાંધી ભવન પાસે તાજેતરમાં જ યુવકની થયેલી હત્યા મામલે પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. સામાન્ય મોબાઈલ લૂંટવા માટે યુવકની હત્યા કરવામાં આવી હતી. જોકે પોલીસે હત્યાના ગુનામાં તમામ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ મોબાઈલ લૂંટને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

Ahmedabad news
Ahmedabad news
author img

By

Published : Apr 9, 2021, 12:58 PM IST

  • મોબાઈલ મેળવવા માટે કરી હત્યા
  • 4 આરોપીની ધરપકડ બાદ ખુલાસો
  • મોબાઈલ આપવાની ના પાડતા કરી હત્યા
  • અન્ય મોબાઈલ ચોરી કે લૂંટ અંગે તપાસ શરૂ

અમદાવાદ: શહેરનાં મેમ્કો વિસ્તારમા આવેલા રાજીવ ગાંધી ભવન નજીક એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જે અંગે પોલીસે તપાસ કરતા 4 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહની હત્યાના ગુનામાં પોલીસે કરણ ઉર્ફે જાડીયો પટણી, શૈલેષ ઉર્ફે શેરડી પટણી, રાકેશ ઉર્ફે વિશાલ પટણી અને ચિરાગ ઊર્ફે ચીન્ટુ પટણીની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવકના પગના ભાગે છરીના ઘા ઝીંકીને હત્યા કરીને મૃતદેહ ફેકવામા આવ્યો હતો. મૃતક રાજનારાયણ ઉર્ફે બચ્ચન કુશવાહનો મોબાઈલ પડાવી લેવાનો આરોપીએ પ્રયાસ કર્યો હતો. જેનો પ્રતિકાર કરતા આ હત્યા કરી હોવાનું ખુલ્યુ હતુ.

અમદાવાદ શહેરનાં મેમકો ખાતે આરોપીઓએ મોબાઈલની લૂંટ માટે કરી હત્યા

આ પણ વાંચો : લૂંટ કરવાના ઇરાદે જતા બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા

મૃતક રાજનારાયણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે

પોલીસ તપાસમા સામે આવ્યું કે, મૃતક રાજનારાયણ મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને બાપુનગરની શ્રી રામદેવ ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરી કરતો હતો. હત્યાની રાતે તે રિક્ષામાં બેસી ઘર તરફ જઈ રહ્યો હતો. તે સમયે આરોપીએ તેની પાસેથી મોબાઈલની માગ કરી હતી. જે નહી આપતા આ હત્યા થઈ હતી. આ ઉપરાંત આરોપી હત્યાને અંજામ આપ્યા બાદ તે નરોડા અને ત્યાંથી કૃષ્ણનગર ભાગ્યા હતા. જ્યાં તેમણે વધુ એક મોબાઈલનુ લૂંટ ચલાવી હતી. જે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો : મોરબીના પીપળી લૂંટ પ્રકરણમાં સગા ભાઈએ જ અન્ય સાથે મળીને લાખોની લૂંટ ચલાવી

સામાન્ય મોબાઈલ માટે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તમામ આરોપીએ તાજેતરમાં જ 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને મોબાઈલ લૂંટવાની ટેવના કારણે હત્યાના ગુનામાં જેલના સળીયા ગણવાનો સમય આવ્યો છે. પરંતુ સામાન્ય મોબાઈલ માટે એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.