જબલપુર મધ્યપ્રદેશના જબલપુરમાં ફરી એકવાર સંબંધોને શરમજનક બનાવતો મામલો સામે આવ્યો છે. જ્યાં બે ભાઈઓએ મળીને સગીર પિતરાઈ બહેનને માર માર્યો અને દુષ્કર્મ ગુજાર્યો હતો. (brothers raped minor sister) ત્યારબાદ મોતને ઘાટ ઉતારી હતી. દાદીમાએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો, તો બંનેએ મળીને દાદીને પણ (grand mother raped) પોતાની હવસનો શિકાર બનાવી હતી. સગીરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પિતાના નિવેદન બાદ મામલો સામે આવ્યો છે. આ સમગ્ર કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસની ટીમો સતત શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો ગુમ થયેલ બાળકના કપાયેલા અંગો મળતા પરિવારમાં શોકનો માહોલ
સારવાર દરમિયાન સગીરાનું થયું મોત માહિતી આપતા એએસપી પ્રદીપ કુમાર શેંડેએ જણાવ્યું કે, જબલપુરમાં રહેતા બે ભાઈઓ તેમની દાદી સાથે તેમના કાકાની સગીર પુત્રીને 13 ઓગસ્ટના રોજ મુંબઈથી જબલપુર લઈ આવ્યા હતા. જે બાદ 13 થી 19 ઓગસ્ટ સુધી બંનેએ સાથે મળીને તેમની બહેન પર દુષ્કર્મ કર્યો અને માર માર્યો હતો. 19 ઓગસ્ટના રોજ, જ્યારે હુમલામાં ઘાયલ સગીરની હાલત ખરાબ થવા લાગી, ત્યારે તેને જિલ્લા હોસ્પિટલ વિક્ટોરિયા લઈ જવામાં આવી હતી. જ્યાંથી સગીરાને મેડીકલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. 20 ઓગસ્ટના રોજ મેડિકલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો દાખલ કર્યો (Arrest of rape brothers accused) હતો.
આ પણ વાંચો મુંદ્રા કેસ મામલે NIAના ગુજરાત સહિત અન્ય 3 રાજ્યોમાં દરોડા
મૃતદેહને કબરમાંથી બહાર કાઢી થશે પીએમ: આ સાથે જ સમગ્ર મામલો પકડાતા જ સ્થાનિક પોલીસ અને એસડીએમની હાજરીમાં મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. FSL ટીમ, મૃતદેહને કબરમાંથી બહાર કાઢવા. હવે મૃતકનું ફરી પીએમ થશે. અગાઉ પોલીસે પીએમ કરાવ્યું હતું, જેમાં સામાન્ય મૃત્યુ હોવાનું સામે આવ્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, સંબંધીઓના નિવેદન લીધા બાદ જાણવા મળ્યું કે, સગીર પિતરાઈ ભાઈ પર બંને ભાઈઓ દ્વારા દુષ્કર્મ અને મારપીટ કરવામાં આવી છે. આરોપીઓએ તેમની દાદીને પણ છોડ્યા ન હતા. આ અંગે પીડિતાએ તેના પિતાને પણ જાણ કરી હતી. પીએમ રિપોર્ટ અને સંબંધીઓના નિવેદનના આધારે પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ દુષ્કર્મ, હત્યા અને પોક્સો એક્ટ હેઠળ (what is POCSO Act) ગુનો નોંધ્યો છે.