ETV Bharat / crime

Delhi Crime : શ્રદ્ધા મર્ડર કેસ જેવો બનાવ, પ્રેમિકાએ લગ્નનું દબાણ કરતાં કરાઇ હત્યા, મૃતદેહને ફ્રીજમાં છુપાવ્યો - યુવતીની લાશ ફ્રીજમાંથી મળી આવી

દિલ્હીમાં ફરી એકવાર શ્રદ્ધા હત્યા કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીના હરિદાસ નગરના એક ઢાબામાં એક યુવતીની લાશ ફ્રીજમાંથી મળી આવી હતી. સામે આવેલી વિગતો પ્રમાણે યુવતી તેના પ્રેમી પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. તેથી પ્રેમીએ તેની હત્યા કરી નાખી હતી.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે
author img

By

Published : Feb 14, 2023, 7:11 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે હરિદાસ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ઢાબામાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીની લાશને ઢાબાના ફ્રીજમાં છુપાવીને રાખવામાં આવી હતી. આ કેસમાં આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે.

લગ્ન કરવાના દબાણના કારણે વિવાદ: એડિશનલ ડીસીપી વિક્રમ સિંહના જણાવ્યા અનુસાર બંને પ્રેમ સંબંધમાં હતા. યુવતીના લગ્ન કરવાના દબાણના કારણે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. યુવતી તેના પ્રેમી પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. તેથી પ્રેમીએ તેની હત્યા કરી નાખી. આરોપીઓએ લાશને ગામ વિસ્તારમાં એક ઢાબામાં છુપાવી હતી. તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને બહાર કાઢ્યો. પોલીસે આરોપી સાહિલ ગેહલોતની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Veraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત

10 ફેબ્રુઆરીના રોજ હત્યાઃ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવતી ઉત્તમ નગર વિસ્તારની રહેવાસી હતી. યુવકના લગ્ન 10 ફેબ્રુઆરીએ થવાના હતા. આ દરમિયાન પ્રેમિકાનો વિરોધ જોઈને તેણે પોતાના બચાવમાં પ્રેમિકાની હત્યા કરી નાખી અને લાશને ગામથી દૂર આવેલા ઢાબાના રેફ્રિજરેટરમાં છુપાવી દીધી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે યુવતીના ગુમ થવા માટે એફઆઈઆર કેમ નોંધવામાં આવી નથી. ઘટનાના 4 દિવસ પછી પણ સ્થાનિક પોલીસને આ કેસ વિશે કોઈ માહિતી નહોતી. મંગળવારે ક્રાઈમ બ્રાન્ચે મૃતદેહને કબજે કર્યો અને સ્થાનિક પોલીસને જાણ કરી, ત્યારબાદ મામલો સામે આવ્યો.

આ પણ વાંચો: Surat Crime : શંકાશીલ પ્રેમીએ જીપીએસ ટ્રેકરનો જાસૂસી માટે ઉપયોગ કર્યો, યુવતીએ નોંધાવી ફરિયાદ

શ્રદ્ધા હત્યા કેસ: તમને જણાવી દઈએ કે, ગત વર્ષે દિલ્હીમાં આવી જ એક ઘટના સામે આવી હતી, જે શ્રદ્ધા હત્યા કેસ તરીકે ઓળખાય છે. આમાં આફતાબ પૂનાવાલાએ દિલ્હીના છતરપુર વિસ્તારમાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી દીધી અને પછી લાશના 35 ટુકડા કરી ફ્રીજમાં છુપાવીને રાખ્યા હતા. ત્યારબાદ સમયાંતરે આ ટુકડાઓને રોજ રાત્રિના દિલ્હીના મેહરૌલી જંગલ વિસ્તારમાં ફેંકી દીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.