ETV Bharat / crime

રાજકોટમાં પ્રેમિકાના પતિને પતાવી દેવા પ્રેમીએ સોપારી આપી હતી, રાજકોટ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી - યુવાનની હત્યા

રાજકોટના કોઠારિયા સોલવન્ટ(Kotharia Solvent of Rajkot ) નજીક આવેલા રેલવેના ટ્રેક ઉપરથી ગત તારીખ 28-10-2021ના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવાનની લાશ પર ઇજાના નિશાન હતા. જેને લઈને પોલીસને શંકા હતી કે યુવાનની હત્યા (murder of a young man)કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ આજીડેમ પોલીસે (Rajkot Ajidem Police)ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.આ યુવાનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરાવી હતી. જોકે હત્યા મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે(Rajkot Crime Branch ) 5 શખ્સોને ઝડપી પાડયા છે.

રાજકોટમાં  પ્રેમિકાના પતિને પતાવી દેવા પ્રેમીએ સોપારી આપી હતી, રાજકોટ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી

author img

By

Published : Nov 17, 2021, 4:10 PM IST

  • રાજકોટમાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો
  • રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 5 શખ્સોને ઝડપી પાડયા
  • યુવાનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરાવી

રાજકોટઃ રાજકોટના કોઠારિયા સોલવન્ટ (Kotharia Solvent of Rajkot ) નજીક આવેલા રેલવેના ટ્રેક ઉપરથી ગત તારીખ 28-10-2021ના રોજ એક યુવકની લાશ મળી આવી હતી. આ યુવાનની લાશ પર ઇજાના નિશાન હતા. જેને લઈને પોલીસને શંકા હતી કે યુવાનની હત્યા કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર મામલે રાજકોટ આજીડેમ પોલીસે (Rajkot Ajidem Police) ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.

હત્યા મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઝડપી પાડ્યાં

જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ મનોજ પ્રતાપભાઈ વાઢેર છે. જ્યારે મૃતકની ઓળખ થયા બાદ રાજકોટ પોલીસ (Rajkot Police)દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી અને પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન સામે આવ્યું છે કે આ યુવાનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરાવી હતી. જોકે હત્યા મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે(Rajkot Crime Branch) 5 શખ્સોને ઝડપી પાડયા છે.

પત્નીના પ્રેમીએ પૈસા આપીને કરાવી યુવાનની હત્યા

જે યુવાનની હત્યા કરાઈ હતી તે મનોજ નામના યુવકની પત્ની ફાલ્ગુનીને પરેશ પરસોતમભાઈ અકબરી પટેલ નામના શખ્સ સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે મૃતક મનોજ દ્વારા વારંવાર ફાલ્ગુની શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જેના કારણે ફાલ્ગુની પણ તેનાથી કંટાળી ગઈ હતી અને આ બાબતે તેને પોતાના પ્રેમી પરેશને જાણ કરી હતી. જેને લઈને પરેશે મનોજને મારવાનું પ્લાન ઘડ્યો હતો અને તે માટે તેને પોતાના મિત્રો પાસે રૂ. 5 લાખમાં મનોજની હત્યા કરવાનું આયોજન કર્યું હતું અને તે મુજબ જ મનોજની પથ્થરોના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જોકે આ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવામાં માટે રેલવે ટ્રેક ઉપર તેની હત્યા કરવામાં આવી હતી પરંતુ પોલીસે આ કેસ ઉકેલી નાખ્યો હતો.

હત્યાના ગુનામાં 5 આરોપીની ધરપકડ

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ હત્યામાં 5 આરોપીની ધરપકડ કરાઈ છે. જેમાં રાજેશ પુંજા પરમાર, કિસન મનસુખ જેઠવા, મેહુલ રામજીભ પારઘી અને મુખ્ય આરોપી અને મૃતકની પત્નીના પ્રેમી એવા પરેશ પરસોતમ અકબરી પટેલ તેમજ વિમલ કિરીટભાઈ બાંભવા નામના શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે મૃતક મનોજભાઈની પત્ની ફાલ્ગુનીને પરેશ પટેલ સાથે પ્રેમસંબંધ હતો અને પરેશ પટેલ દ્વારા જ મનોજની હત્યા માટે સોપારી આપવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસથી આ પ્લાન ઘડવામાં આવી રહ્યો હતો. પરંતુ તેને 28- 10-2021ના રોજ અંજામ આપવામાં આવ્યો હતો. જ્યારે હત્યા પણ રેલવેના ટ્રેક ઉપર કરવામાં આવી હતી જેને લઈને તેવી શંકા જાય કે આ અકસ્માત છે પરંતુ પોલીસ દ્વારા હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્થાનિકે હત્યા થતા જોઈ હતી પરંતુ પોલીસને ન કહ્યું

જ્યારે મનોજની હત્યા થઈ તે દરમિયાન રેલવે ટ્રેક નજીક એક સ્થાનિક વ્યક્તિએ હત્યારાને મનોજના માથા ઉપર પથ્થરના ઘા મારતા જોયો હતો. જોકે ત્યારબાદ મનોજના પરિવારજનો દ્વારા વારંવાર આ ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવતી હતી. ત્યારે અહીં હત્યાની ઘટના નજરે જોનાર સ્થાનિકે પરિવારજનોને મનોજની હત્યા અંગેની સમગ્ર હકીકત જણાવી હતી, પરંતુ સ્થાનિક દ્વારા પોલીસને આ મામલે કંઈ કહેવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો અને પોતાનું નામ અને સરનામું પણ આપ્યું નહોતું. જ્યારે મનોજના પરિવારજનો દ્વારા સ્થાનિક દ્વારા જણાવવામાં આવેલ સમગ્ર હકીકત પોલીસને કહેવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા આ હત્યાના કેસને ઉકેલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ફરી એક વાર Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 242 પોઈન્ટ ગગડ્યો
આ પણ વાંચોઃ સૂકા સાથે લીલું બળ્યું: અમદાવાદ AMCએ ઈંડા નોન-વેજની લારીઓ બાદ ખાણીપીણીના લારી ગલ્લા જપ્ત કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.