મહારાષ્ટ્ર: પ્રથમ પત્નીની હત્યા કરનાર અને બીજા લગ્નની તૈયારી કરી રહેલા આરોપીની પૌડ પોલીસે ધરપકડ(husband killed his first wife to get married again) કરી છે. નોંધનીય બાબત એ છે કે આરોપીએ તેની પ્રથમ પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ આરોપીની ઓળખ સ્વપ્નિલ વિભીષણ સાવંત તરીકે થઈ છે, જેણે પોતાની પત્ની પ્રિયંકા સાવંતની હત્યા કરી (kill wife by harmful injection to marry Nurse) હતી.
પૌડ પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર: સ્વપ્નિલ એક ખાનગી હોસ્પિટલના ICUમાં કામ કરતો હતો, જ્યાં તેની મુલાકાત તે જ હોસ્પિટલમાં કામ કરતી પ્રિયંકા ક્ષેત્રે સાથે થઈ હતી. પરિચય પછી બંને ધીમે-ધીમે પ્રેમમાં પડ્યા, ત્યારપછી તેઓએ લગ્ન કરી લીધા હતા. પરંતુ લગ્નના લગભગ 5 વર્ષ બાદ આરોપી તે જ હોસ્પિટલમાં કામ કરતી નર્સ સાથે પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કરવાના સપના જોવા લાગ્યો હતો. પરંતુ તે જાણતો હતો કે તેની પત્ની તેનું સપનું સાકાર નહીં થવા દે.જે પછી તેણે પ્રિયંકાને મારી નાખવાની યોજના શરૂ કરી હતી. તેની યોજનાના ભાગરૂપે, તેણે જ્યાં તે કામ કરતો હતો તે હોસ્પિટલમાંથી કેટલીક ઘાતક દવાઓની ચોરી કરી હતી.
આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ: આ દરમિયાન એક દિવસ પ્રિયંકાએ તેને કહ્યું કે તેને માથાનો દુખાવો થઈ રહ્યો છે, ત્યારબાદ આરોપીએ પ્રિયંકાને તે જીવલેણ દવાઓનું ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શન બાદ અચાનક પ્રિયંકાની બીપી અને સુગર ઘટી ગઈ, જે બાદ આરોપીએ તેને હોસ્પિટલમાં દાખલ કરી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હોસ્પિટલ પ્રશાસને તેને સોંપી પોલીસ અને પ્રિયંકા સાવંતના સંબંધીઓએ સ્વપ્નિલ સાવંત પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને આરોપીની સઘન પૂછપરછ કરી હતી, જે દરમિયાન તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.