દૌસાઃ રાજસ્થાનમાં બદમાશો ઓનલાઈન (Online Game on Mobile) ગેમ દ્વારા બાળકોને સતત નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં, એક સાયબર હેકરે 13 વર્ષના (Cyber Hackers Attack) બાળકીને ફસાવીને અને ધમકી આપીને બાળકના માતા-પિતાના 3 મોબાઇલ (Mobile phone Hacking) ફોન હેક કર્યા હતા. સાયબર હેકર બાળકીને (Minor Girl Involved) ધમકાવતો હતો અને જુદા જુદા ટાસ્ક આપતો હતો. જો ટાસ્ક પૂરો નહીં કરે તો બાળકના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપતો હતો. હવે દૌસાના બાંડીકુઇથી 6 દિવસ પહેલા અપહરણ કરાયેલી 13 વર્ષની સગીરાના અપહરણ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ પણ વાંચોઃ શું ખરેખર માસુમને આટલીજ કિંમતમાં નરાધમે વેચી મારી...
આવો હતો પ્લાનઃ કતારથી આવેલા નદાફ મન્સૂરી બદમાશે ઓનલાઈન ગેમ દ્વારા સંપર્ક કર્યા બાદ સગીરાને નેપાળ લઈ જવાનો હતો. પરંતુ આ દરમિયાન પોલીસે બદમાશની બિહારથી ધરપકડ કરી હતી. વાસ્તવમાં ફ્રી ફાયર ગેમ દ્વારા 13 વર્ષની છોકરીની મિત્રતા કતારમાં બેઠેલા 25 વર્ષના યુવક સાથે થઈ હતી. મિત્રતાનો લાભ લઈને યુવક કતારથી યુવતીને મળવા પહોંચ્યો હતો. આ પછી સગીરાને રેલવે સ્ટેશન પર બોલાવીને તેનું બ્રેઈનવોશ કરી નેપાળ જવાના પ્લાનમાં હતા. આ પછી પરિવારની સૂચના પર પોલીસે પીછો કરીને યુવકને બિહારથી યુવતી સાથે પકડી લીધો હતો.
આ પણ વાંચોઃ પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં આગ, 75 ફાયર ફાઈટર્સે લોકોનું કર્યું રેસ્ક્યૂ
શું કહ્યું પોલીસ અધિકારીએઃ દૌસાના પોલીસ અધિક્ષક રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે 6 દિવસ પહેલા સગીરાના સંબંધીઓએ બાંડીકુઇ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. આ કેસની તપાસમાં જ્યારે સાયબર સેલની મદદથી માહિતી એકઠી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે સગીરા સોશિયલ મીડિયા પર ઓનલાઈન ફ્રી ફાયર ગેમ રમતી હતી. આરોપી નદાફ મન્સૂરી આ ગેમ દ્વારા સગીરાના સંપર્કમાં આવ્યો હતો. તેણે પોતાનો મોડલિંગ કરતો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો, જ્યારે વાસ્તવમાં તે નેપાળનો રહેવાસી છે. કતારમાં મજૂરીનું કામ કરે છે. આવી સ્થિતિમાં તેણે ખોટી રીતે જાળ બિછાવીને યુવતીને ફસાવી હતી. જેમાં હવે પોલીસે એને બિહારથી દબોચી લીધો છે.