નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં સામે (SHRADDHA MURDER CASE) આવેલા શ્રદ્ધા વોકર મર્ડર કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. જે તપાસની આગળની કડીમાં મોટી મદદ કરી શકે છે. આ કિસ્સામાં, છતરપુર વિસ્તારમાં સ્થિત એપેક્સ હોસ્પિટલના (Delhi Crime Case) એક ડૉક્ટરે ખુલાસો કર્યો છે કે, હત્યા કરનાર આફતાબ અમીન પૂનાવાલા (ઉ.વ.28) મે મહિનામાં તેના જમણા હાથ પર છરીના ઘાની સારવાર માટે તેમની પાસે ગયો હતો. આ જ મહિનામાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. એટલે આશંકા એવી વ્યક્ત થઈ રહી છે કે, યુવતીની હત્યા કર્યા બાદ તે ઈજાની સારવાર કરાવવા માટે આવ્યો હોવો જોઈએ.
પોલીસને પણ આશંકા: આ કેસની તપાસ સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને (Delhi police) શંકા છે કે, શ્રદ્ધા વોકર (ઉ.વ.27)નું શરીર કાપતી વખતે તેના હાથમાં ઈજા થઈ હશે. જેના કારણે તે હોસ્પિટલમાં સારવાર હેતું ગયો ગશે. એપેક્સ હોસ્પિટલના ડૉક્ટર અનિલ કુમારે (Delhi murder case) જણાવ્યું કે, આફતાબ મે મહિનામાં હાથ પર કપાયેલા ઘાના ઈલાજ માટે આવ્યો હતો. પણ એનો ઘા ઊંડો ન હતો. જ્યારે હાથ કપાઈ જવા પાથળનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે ફળ કાપતી વખતે તેનો હાથ છરીથી કપાયો હતો. મને એના પર કોઈ આશંકા ન હતી કારણ કે, એણે જે રીતે બતાવ્યું એ રીતે એ કોઈ મોટી છરી ન હતી. છરી પણ સ્વચ્છ હતી.
તબીબે સ્પષ્ટ કર્યું: ETV ભારત સાથે વાત કરતા ડૉ. અનિલ કુમારે જણાવ્યું કે, પોલીસ બે દિવસ પહેલા આફતાબ પૂનાવાલા સાથે અહીં આવી હતી. પોલીસે મને પૂછ્યું કે શું મેં તેની સારવાર કરી છે, જેના માટે હું સંમત થયો. મને યાદ આવ્યું કે જ્યારે તે સારવાર માટે આવ્યો ત્યારે મને તેનો સ્વભાવ આક્રમક લાગ્યો. તેની અંદરની બેચેની હતી. તેના ચહેરા પર એક અલગ ભાવ હતો. મારી સાથે તે અંગ્રેજીમાં વાત કરતો હતો. તેણે મને કહ્યું કે તે મુંબઈનો છે અને આઈટી સેક્ટરમાં તક શોધવા અહીં આવ્યો છે. તે માત્ર અંગ્રેજીમાં જ વાત કરતો હતો અને તેના ચહેરા પર કોઈ કરચલીઓ નહોતી. કોઈ અફસોસના ભાવ ન હતા.