વલસાડ ધરમપુર તાલુકાના ઉકતા ગામના ઈનટરનેશનલ બ્લાઈડ કિક્ટર (International bled kicker of Ukta village) અનિલ ગરિયાને ગામ આગેવાન તથા તાલુકા પંચાયતના સભ્ય ઉલકુ નેવલ દ્વારા માર માર્યો હતો. જેમાં આવેદનપત્રમાં ધરમપુર તાલુકાના અંતિયાળ વિસ્તારમાં રહેતાં ઈનટરનેશનલ બ્લાઈડ કિક્ટર અનિલ ગરિયા કે જેઓ 2018માં પાકિસ્તાન સામે વલ્ડૅ કપ જીત્યા હતાં. આ કિકેટરને તે સમયના તત્કાલીન CM વિજય રુપાણી ભાજપ પ્રમુખ CR પાટીલ ગૃહ પ્રધાન હર્ષ સંધવી, ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ જેવી સ્પધા યોજીને યુવાનોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ભાજપી સભ્યને સસ્પેન્ડ કરવાની આદિવાસી સમાજે કરી માંગ શિસ્તબદ્ધ રીતે ચાલતી ભારતીય જનતા પાર્ટીના ધરમપુર તાલુકા પંચાયતના ભાજપી સભ્ય ઉલકુ ગના નેવલ દ્વારા નિદોષ ઈનટરનેશનલ ખેલાડી એવાં અનિલ ગરિયા ઉપર ચોરીનો આરોપ મૂકી માર માર્યો (Accused of theft and beaten) હતો. જે બાદ ખેલાડી ઉપર ખોટી ફરિયાદ કરવામાં (False complaint against international Blind player) આવે છે. જે દેશ આદિવાસી સમાજ માટે અપમાન છે. જેથી આવું કુત્ય કરનાર તાલુકા પંચાયતના ભાજપી સભ્યને તાત્કાલિક સભ્ય પદ રદ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી.
મારામારી થઈ નથી માત્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ જ્યારે સમગ્ર બાબતે ઉલકું ભાઈએ જણાવ્યું કે, પંચમાં સમાધાન માટે બેઠક રાખવમાં આવી હતી અને અનિલ ગારીયા જ તાલુકા પંચાયત સભ્ય ઉપર આંગળી ઊંચી કરી મારવા માટે દોડી આવતા ઝપાઝપી થઈ હતી. અનિલ ગારીયા જોડે મારા મારી થઈ ન હતી. જે છોકરાની બાઈક અને ચાવી અનિલ પોતાની સાથે લઈ ગયા હતા. તે છોકરો નજીકમાં જ કોઈ યુવકો સાથે કામ અર્થે ગયો હતો. તે ચોર નહોતો છતાં તેની બાઈક અને ચાવી અનિલને ચોર સમજીને લઈ ગયા હતા. જે યોગ્ય ન કહી શકાય. ક્રિકેટર છે તે માટે સન્માન છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા વર્તન પંચો સામે યોગ્ય ન કહી શકાય.