મોરબી- મોરબી શહેરમાં આવેલ ખાનગી બેંકના કર્મચારીએ (Bank employee commits fraud) 15 લાખ રૂપિયાની બેંક સાથે છેતરપિંડી (Defalcation in Morbi) આચરી છે. જે બનાવ મામલે બેંકના ક્લસ્ટર બ્રાંચ મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
બેલેન્સ ચેક કરતા જાણ થઇ - જામનગરના રહેવાસી અને ઇન્ડસિંડ બેંકના (IndusInd Bank Branch in Morbi ) બ્રાંચ રાજકોટમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા હાર્દિકભાઈ માંકડે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ રાજકોટ, સુરેન્દ્રનગર લાલપર મોરબીમાં ક્લસ્ટર બ્રાંચ મેનેજર તરીકે કાર્યરત છે. તેમણે લાલપર ગામની બેંકની બ્રાંચના એટીએમમાં બેલેન્સ ચેક કરતા 15 લાખની ઘટ હોવાથી મહિલા કર્મચારી (Bank employee commits fraud) નેહાબેન ધનસુખભાઈ ગજ્જર સામે 15 લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે કાઢી લઈને બેંક સાથે ઉચાપત (Defalcation in Morbi) કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ક્લસ્ટર બ્રાંચ મેનેજરે શું કહ્યું- વધુમાં જણાવ્યું છે કે લાલપર બ્રાંચના એટીએમ કસ્ટોડીયન નેહાબેન ગજ્જર (Bank employee commits fraud) અને જીગ્નેશભાઈ ચંદુભાઈ માનસેતાએ એટીએમ બેલેન્સ સ્લીપ આપેલ જેમાં 14,200 બેલેન્સ હોવાનું બતાવેલું. બાદમાં બ્રાંચ મેનેજર અમરીશ પટેલે એટીએમ બેલેન્સ ચેક કરતા એટીએમમાં રૂ 16,700 જોવા મળેલા જેમાંથી કસ્ટમર રીજેક્ટ ટ્રાન્જેક્શનના રૂ 2500 હોવાનું જોવા મળેલા.
નેહાબેનેે રુપિયા લીધા હોવાની કબૂલાત આપી -બાદમાં ફરિયાદી અને બેંકના ઓડીટર કવિતાબેન નથવાણી તેમજ સંદીપભાઈ ભડાણીયા એમ ત્રણેય મોરબી લાલપર ઇન્ડસીડ બેંકમાં બ્રાંચ વિઝીટ કરવા ગયેલા જ્યાં એટીએમ બેલેન્સ ચેક કરતા એટીએમમાં રૂ 18,88,200 રોકડા રૂપિયા હતાં અને 3000 રૂપિયા કસ્ટમર ટ્રાન્જેક્શન કેન્સલ થઇનેે ડિસ્પેન્સ બોક્સમાં પડેલ હતાં અને 15 લાખ રોકડ શોર્ટેજ (Embezzlement by falsifying accounts)હતી. જેથી એટીએમ કસ્ટોડીયન જીગ્નેશભાઈ માનસેતા અને નેહાબેન ગજ્જરને પૂછવામાં આવ્યું હતું. તો નેહાબેને (Bank employee commits fraud) જણાવ્યું હતું કે 27 એપ્રિલના રોજ પોતે રૂ 15 લાખ લીધા હતાં અને જવાબદારી નેહાબેને પોતે સ્વીકારી છે. નેહાબેને 15 લાખની રકમની ઉચાપત (Defalcation in Morbi) કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે બેન્કના મહિલા કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.