ETV Bharat / crime

રેલવે સેક્શન ઓફિસરને વિશ્વાસમાં કેળવી 4.91 લાખ કર્યા ટ્રાન્સફર - Credit Card Fraud Case in Vadodara

વડોદરામાં રેલવે સેક્શન એન્જિનિયરને વિશ્વાસ કેળવીને બે શખ્સોએ (Credit Card Fraud Case in Vadodara) ઠગાઈ કર્યાના સમાચાર સામે આવ્યા છે. રેલવે સેક્શન એન્જિનિયરને ક્રેડિટ કાર્ડ લેવડાવી 4 લાખ 91 હજારની ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. (Fraud Case in Vadodara)

રેલવે સેક્શન ઓફિસરને વિશ્વાસમાં કેળવી 4.91 લાખ કર્યા ટ્રાન્જેક્શન

author img

By

Published : Nov 30, 2022, 4:13 PM IST

વડોદરા : વડોદરામાં દિવસે દિવસે કોઈને કોઈ રીતે છેતરપિંડીના કેસ સામે આવ્યા રાખે છે. ત્યારે ફરી એકવાર વડોદરામાં (Credit Card Fraud Case in Vadodara) છેતરપિંડી આચર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. શહેરના છાણી વિસ્તારમાં રેલવે સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અધિકારીને ક્રેડિટ કાર્ડ લેવડાવી તેના નામે રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યાની પોલીસ ફરિયાદ સામે આવી છે. (Vadodara Crime News)

શું છે સમગ્ર મામલો વડોદરાના છાણી વિસ્તારમાં યોગીનગર ટાઉનશીપમાં રહેતા બચ્ચાસિંહ કિશોરીલાલ હરદમ શહેરના પ્રતાપનગર રેલવે DRM ઓફિસ ખાતે સેક્શન એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. 55 વાર્ષિક બચ્ચુસિંહે ગત એપ્રિલ મહિનામાં પહેલેથી પરિચિત કાજલ દરજી અને કૃણાલ પટેલ પાસેથી ICICI બેંકનું ક્રેડિટ કાર્ડ લીધું હતું. જેને એક્ટિવ કરવાનું કહી ક્રેડિટ કાર્ડ કાજલ દરજી અને કૃણાલ પટેલ સાથે લઇ ગયા હતા. જેના થોડો દિવસ બાદ કાજલ અને કૃણાલે બચ્ચુસિંહને ફોન કરી કાર્ડ એક્ટિવ કરવા માટે તેમના મોબાઇલમાં જે મેસેજ આવ્યા તે તેની વિગતો માંગી હતી. જે બચ્ચુસિંહે તેમને ફોરવર્ડ કરી આપી હતી. (Fraud case in Vadodara)

4 લાખ 91 હજારનું બિલ આ દરમિયાન બે મહિના બાદ બેંકમાંથી તેમને ફોન આવ્યો હતો કે તેઓનું ક્રેડિટ કાર્ડનું બિલ બાકી છે. જોકે તેમણે કોઈ ખરીદી કરી ન હોવાથી તેમણે આ વાત ધ્યાને લીધી હતી. ત્યારબાદ મુંબઇથી બેંક દ્વારા ફરી બચ્ચુસિંહને ફોન કરી જણાવવામાં આવ્યું કે, તેમનું 4 લાખ 91 હજારનું બિલ બાકી છે. જેથી બચ્ચુસિંહે કૃણાલ અને કાજલ પાસે ગયા હતા અને તેમનું ક્રેડિટ કાર્ડ પરત માંગ્યું હતું. તેમજ બિલ અંગે જણાવ્યું હતું, તો કૃણાલે જણાવ્યું કે, તેમણે આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી 4 લાખ 91 હજારના ટ્રાન્જેક્શન કર્યા છે. (Vadodara Cyber ​​Crime Case)

વિશ્વાસ કેળવી બંનેએ અધિકારીઓ સાથે છેતરપિંડી આચરી તેમજ કૃણાલે ક્રેડિટ કાર્ડમાં તેનો નંબર પણ રજીસ્ટર કરાવી દીધો હતો. જેથી આ મામલે બચ્ચુસિંહે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કૃણાલ અને કાજલ દરજી સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ઠગાઈ પહેલા કાજલ દરજીએ પોતાની ઓળખ બ્રોકર તરીકે અને કૃણાલ પટેલે પોતાની ઓળખ કેપી ફાઇનાન્સના માલિક તરીકે આપી હતી. તેમજ બચ્ચુસિંહની 29 લાખની લોન અન્ય બેંકમાં ટ્રાન્સફર કરાવી આપી હતી. આમ અગાઉ વિશ્વાસ કેળવી બંનેએ અધિકારી સાથે છેતરપિંડી આચરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.