દિલ્હી: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પરથી કસ્ટમ્સ વિભાગે ઈથોપિયાના આદીસ અબાબાથી મુંબઈ પહોંચેલા ભારતીય નાગરિકની રૂ. 8.40 કરોડની કિંમતના 16 કિલો સોના સાથે ધરપકડ (Air passenger arrested) કરી છે, દિલ્હી હેડક્વાર્ટરના કસ્ટમ પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આદીસ અબાબાના એક ભારતીય મુસાફર પાસેથી 8.40 કરોડ રૂપિયાની કિંમતના 12 સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે.
કસ્ટમ્સ એક્ટ: કસ્ટમ વિભાગના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી. આ માહિતીના આધારે અધિકારીઓએ ઈથોપિયન એરલાઈન્સની ફ્લાઈટમાં આવેલા વ્યક્તિની ધરપકડ કરી હતી. સર્ચ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેની પાસેથી ખાસ ડિઝાઇન કરાયેલ કમર બેલ્ટમાં 16 કિલો વજનના બાર સોનાના બિસ્કિટ કસ્ટમ્સ ટીમે કસ્ટમ્સ એક્ટ 1962ની કલમ 110 હેઠળ (16 kg gold seized) કબજે કર્યા હતા. દાણચોરીના આરોપમાં હવાઇ મુસાફરની ધરપકડ કે વધુ તપાસ હાથ ધરી હતી.