ETV Bharat / crime

પૈસાની લેતી દેતીમાં કારથી કચડી યુવકની હત્યાને અંજામ આપનાર બે આરોપીની ધરપકડ - Acceptance of money

અમદાવાદમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં કારથી કચડી એક યુવકની(murder of a youth) હત્યા થઇ હોવાની ધટના બની હતી.જે બાદ પોલીસએ યુવકની હત્યાને અંજામ આપનાર બે આરોપીની ધરપકડ કરી છે

પૈસાની લેતી દેતીમાં કારથી કચડી યુવકની હત્યાને અંજામ આપનાર બે આરોપીની ધરપકડ

author img

By

Published : Oct 10, 2022, 1:54 PM IST

અમદાવાદ વસ્ત્રાલમાં પૈસાની લેતીદેતીમાં કારથી કચડી એક યુવકની હત્યાને (murder of a youth) અંજામ આપનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની કારથી બુલેટ મોટર સાયકલને ટક્કર મારી બાઈક પર સવાર 3 યુવકો પર ગાડી ચઢાવી દીધી હતી. જો કે, ઘટના સ્થળેથી મળી આવેલા કારતુસનું રહસ્ય હજુ પણ અકબંધ છે. યુવકની હત્યાને અંજામ આપ્યો હતો.

હત્યાને અંજામ યુવકની હત્યાને અંજામ આપ્યો રામોલ પોલીસે (Ramol Police) સંગ્રામસિંગ સિકરવાર તેમજ શિવમ ઉર્ફે કાકુ તોમર નામના 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓએ બે દિવસ અગાઉ વસ્ત્રાલના તક્ષશિલા સ્કૂલના રોડ પર મોડી રાત્રે એક યુવકની હત્યાને અંજામ આપ્યો હતો. વટવા વિસ્તારમાં રહેતો મૌલિક જોશી તેમજ તેનો મિત્ર રાજન અને શુભમ પોતાના એક મિત્રના જન્મદિવસની વસ્ત્રાલમાં જલપરી સોસાયટીમાં ઉજવણી કરીને ત્રણેય મિત્રો બુલેટ લઇને પરત ફરી રહ્યા હતા

ગુનાનો ભેદ વારંવાર ત્રણેય યુવકો પર ગાડી ચઢાવીતે સમયે સંગ્રામ અને શિવમ ઉર્ફે કાકુ નામના બે શખ્સ અચાનક કાર લઇને આવી પહોંચ્યા હતા અને બુલેટને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધી હતી. આરોપીઓએ ટક્કર માર્યા બાદ ત્યાં ન અટક્યા અને વારંવાર બુલેટ અને ત્રણેય યુવકો ઉપર ગાડી ચઢાવી દીધી હતી. જેના કારણે મૌલિક જોશી નામના યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યુ હતું. આ મામલે પોલીસે ગુનામાં સામેલ બંને આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

જીવતો કારતુસ ઘટના સ્થળથી મળી આવ્યો જીવતો કારતુસરોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા સ્થળ પર પહોંચેલી પોલીસને ત્યાંથી એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. આ ઘટના સમયે આરોપીઓ પાસે હથિયાર હોવાની પોલીસને આશંકા હતી. પરંતુ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ પાસે કોઈ પીસ્ટલ કે રીવોલ્વર ન હોવાનો ખુલાસો થયો છે. આ અકસ્માતમાં રાજન અને શુભમને ગંભીર ઇજાઓ થઈ હતી. તેવામાં પોલીસને શંકા છે કે બુલેટ પર સવાર 3 મિત્રો પાસેથી કોઈ એક યુવક પાસે હથિયાર હતું. આ મામલે પોલીસે ઇજાગ્રસ્ત યુવકની પૂછપરછ હાથ ધરી છે.

અંજામ અપાયો પૈસાની લેવડદેવડમાં યુવકની હત્યા પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે સંગ્રામસિંગ અને રાજન વચ્ચે પૈસાની માથાકૂટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી. વીસીના દસ લાખ રૂપિયા અંગે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. હત્યાને અંજામ આપનાર સંગ્રામસિંગ અને શિવન અગાઉ મારામારી અને દારુ કેસમાં ઝડપાયા હતા. આ મામલે ફરિયાદી શિવમે પોતે રાજકીય પક્ષમાં જોડાયો હોવાથી હુમલો કરાયો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો. પરંતુ પોલીસની તપાસમાં પૈસાની લેવડદેવડમાં જ આ ગુનાને અંજામ અપાયો હોવાનો ખુલાસો થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.