ETV Bharat / crime

SOG ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી ઝડપ્યો 23 કિલો ગાંજો - 23 કિલો ગાંજાનો જથ્થો કબ્જે

SOG ક્રાઈમ બ્રાન્ચે 23 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો.(SOG Crime Branch seized 23 kg Drugs) 3 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ(SOG crime branch arrested 2 accused ) કરી હતી. તેઓ સુરતથી ગાંજો વેચવા લાવતા હોવાનું સામે આવ્યું છે. આ રેકેટમાં અન્ય કોણ કોણ સપડાયેલ તે મામલે SOGની(Special Operations Group) ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

23 કિલો ગાંજાનો જથ્થો કબ્જે
23 કિલો ગાંજાનો જથ્થો કબ્જે
author img

By

Published : Dec 11, 2022, 10:41 PM IST

OG ક્રાઈમ બ્રાન્ચે 23 કિલો ગાંજો ઝડપી પાડ્યો

અમદાવાદ: SOG ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાંથી 23 કિલો ગાંજા(SOG Crime Branch seized 23 kg Drugs) સાથે 2 આરોપીઓની ઝડપી પાડ્યા હતા.(SOG crime branch arrested 2 accused ) પકડાયેલા આરોપીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા અને ગાંજાના બંધાણી હોવાથી સુરતથી ગાંજો વેચવા લાવતા હોવાનું પણ સામે આવ્યું છે. SOG ક્રાઈમ બ્રાન્ચે(Special Operations Group crime branch) બંને આરોપીઓની ધરપકડ કરી 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

23 કિલો ગાંજાનો જથ્થો કબ્જે: SOGની ટીમને ચોક્કસ માહિતી મળતા પોલીસે સીટીએમ નજીક બ્રિજ પાસેથી જ બંનેને ઝડપી પાડ્યા હતા. સુરતથી ગાંજાનો જથ્થા સાથે મહેબૂબ હુસેન અન્સારી અને આસિફ અબ્બાસીની ધરપકડ કરી હતી. બંનેની પ્રાથમિક તપાસ કરતા 23 કિલો જેટલો ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો. પકડાયેલ ગાંજાની બજાર કિંમત અંદાજિત 3 લાખ 30 હજારની આસપાસ થાય છે.

શોર્ટકટથી પૈસા કમાવા ગાંજાનું વેચાણ: આ આરોપી અગાઉ કોઈપણ ગુનામાં સંડોવાયેલા ન હોવાનું પોલીસનું કહેવું છે. પરંતુ નાર્કોટિક્સના વ્યવસાય સાથે છેલ્લા છ એક માસથી સુરતથી રાજા નામના શખ્સ પાસેથી જથ્થાબંધ ગાંજો લાવતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. SOG ક્રાઈમે સીટીએમ વિસ્તારમાંથી બંનેને ઝડપી પાડ્યા હતા. આરોપી મહેબુબ હુસેન અન્સારી વ્યવસાય ઇસ્ત્રી કામ કરતો હતો, જ્યારે આસિફ અબાસી એક ગેરેજમાં કામ કરતો હતો. પરંતુ પોતાના મોજશોખ પૂરા કરવા અને શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ગાંજો વેચવા લાગ્યા હતા.

SOGની ટીમે સુરતના અશ્વિન વિસ્તારમાંથી લવાતો આ ગાંજો છેલ્લા કેટલા સમયથી આવતો ? ગેંગનો લીડર કોણ છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે એટલું જ નહીં સુરતના અશ્વિની વિસ્તારમાં રહેતો રાજા નામનો શખ્સ આ બંનેને ગાંજો આપતો હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.