અમદાવાદ : દેશમાં પ્રતિબંધિત હોવા છતાં લોકો ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વીડિયો ડાઉનલોડ કરી સોશિયલ મીડિયામાં ફેરવ્યા રાખે છે, ત્યારે અમદાવાદમાં સાયબર ક્રાઈમે આ પ્રકારનું કાવતરું કરનાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી વેબસાઈટમાંથી પોર્નોગ્રાફી વીડિયો ડાઉનલોડ કરી ફેસબુકમાં મેસેજના માધ્યમથી (Child Porn Forward Proceedings) શેયર કરતો હતો. સાયબર ક્રાઈમ બ્રાંચને મોબાઇલમાંથી પોર્ન વીડિયો (Porn Crime Case) મળી આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : શંકાનું ખોળીયું : પોર્નના આદતી એટલી હદે કરી શકે છે ક્રૂર કૃત્ય!
પોર્નોગ્રાફીના ગુનામાં ધરપકડ - પોલીસ કસ્ટડીમાં ઉભેલા આ આરોપીની નામ દિપક શંખલપરા છે. મૂળ અમદાવાના જશોદાનગર વિસ્તારનો રહેવાસી છે. પ્લાસ્ટિક ડાઇ બનાવવાનો વ્યવસાય કરે છે. જે આરોપીની સાઇબર ક્રાઇમે ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ગુનામાં (Pornography Crime) ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતાના મોબાઈલ દ્વારા પ્રતિબંધિત વેબસાઈટ પરથી સગીરોના બીભત્સ વીડિયો ડાઉનલોડ કરતો હતા. બાદમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક માધ્યમથી પોર્ન વીડિયો શેર કરતો હતો. જે અંગે CID ક્રાઇમને IP એડ્રેસ માહિતી મળતા સાયબર ક્રાઇમની ટીમે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : રોકાણકારોના પૈસાથી પોર્ન ફિલ્મો બની, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા આરોપી
ડિલીટ કરેલા વીડિયોને પરત લાવવાની કામગીરી - સાયબર ક્રાઇમ ઓફિસર જે.એમ. યાદવે જણાવ્યું હતું કે, આરોપી વેપારી દિપક શંખલપુરનો મોબાઈલ ક્રાઇમ બ્રાંચે કબજે કરતા 13 જેટલા ચાઈલ્ડ પોર્ન વીડિયો મળી આવ્યા છે. જોકે, આરોપીએ કેટલાક વીડિયો ડિલીટ કરી ફરી મોબાઈલ રિકવર કરીને પોર્ન વીડિયો કેટલા વ્યક્તિઓને મોકલવામાં આવ્યા છે તે અંગેની પણ (Ahmedabad Porn Crime Case) તપાસ કરવામાં આવશે. આરોપી દિપક IT નો અભ્યાસ કરેલો છે, એટલું જ નહીં 19 વર્ષના પુત્રનો પિતા પણ છે. છતાં પણ પ્રતિબંધિત વેબસાઈટમાંથી પોર્ન વિડીયો ડાઉનલોડ કરી સોશિયલ સાઈડ પર ફોરવર્ડ કરતો હતો. હાલ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી આરોપી વેપારી દીપકની વધુ પૂછપરછ શરૂ કરી છે.