ETV Bharat / crime

અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ, યુવક પાસેથી રૂપિયા 13.79 લાખ પડાવ્યા - Fraud in Ankleshwar

લૂંટેરી દુલ્હનના અત્યાર સુધી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મેટ્રોમોનિયલ સાઇટ ઉપર લગ્ન કરવાની હામી ભરી યુવતીએ યુવાન પાસેથી રૂપિયા 13.79 લાખ પડાવી લઇ લગ્નના નામે ઠેંગો બતાવી દીધો હતો. બંગાળી બાબુને લગ્નના નામે લૂંટનારી આ બંગાળી યુવતીની પોલીસે ધરપકડ પણ કરી લીધી છે.

Robber bride
Robber bride
author img

By

Published : Jul 3, 2021, 9:29 PM IST

  • અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ
  • લગ્નના સ્વપ્ન બતાવી યુવાન પાસે રૂપિયા 13.15 પડાવ્યા
  • શહેર પોલીસે બંગાળથી યુવતીની કરી ધરપકડ

ભરૂચ : જિલ્લામાં લગ્નના નામે પૈસા પડાવવાનો વધુ એક કિસ્સો બન્યો છે. અંકલેશ્વર (Ankleshwar) માં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના યુવકને બંગાળી મેટ્રોમોનિયલ સાઈટ (Bengali Metromonial Site) પર એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી. લગ્નવાંચ્છુક યુવકને આ યુવતીએ લગ્નની લાલચ આપીને રૂપિયા 13.79 લાખ પડાવી લીધા હતા. ભેજાબાજ યુવતી (Masterminded woman) એ લગ્ન કરવાની ના પાડીને રૂપિયા પરત ન કરતા આખરે આ મામલો શહેર પોલીસ મથકમાં નોંધાયો હતો. શહેર પોલીસે યુવતીની ધરપકડ (arrest) કરીને વધુ તપાસ શરુ કરી છે.

અંકલેશ્વરમાં લૂંટેરી દુલ્હન ઝડપાઈ

આ પણ વાંચો : જામનગરઃ શિક્ષિકા સાથે લાખોની છેતરપીંડી આચરનાર નાઈજીરીયન ઝડપાયો

યુવતીએ મેટ્રોમોનિયલ સાઇટ ઉપર લગ્ન કરવાની હામી ભરી

અંકલેશ્વરના યુવકે લગ્ન માટે બંગાળી મેટ્રોમોનિયલ સાઈટ (Bengali Metromonial Site) પર પોતાનું એકાઉન્ટ ખોલાવીને રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. આ સાઈટ પર તેને એક યુવતી સાથે પરિચય થયો હતો. યુવતીનો ફોટો પસંદ પડતા યુવકે તેની સાથે વાતચીત શરૂ કરી હતી અને વોટ્સએપ દ્વારા રસભર વાતચીતનો દોર આગળ વધ્યો હતો.

આ પણ વાંચો : લૂટેરી દુલ્હન બાદ લૂટેરા દુલ્હાનો કિસ્સો આવ્યો સામેઃ લગ્ન બાદ મહિલાના દાગીના-રૂપિયા લઇ પતિ ફરાર

માતાની સારવાર સહિતના અનેક બહાને રૂપિયા પડાવ્યા

એકાદ અઠવાડિયાના સમય વીત્યા બાદ યુવતીએ યુવકને તેની માતા બાથરૂમમાં પડી ગઈ છે અને સારવાર માટે રૂપિયા જોઈએ છે, તેમ કહીને પ્રથમવાર રૂપિયા 5000 પોતાના બેન્ક ખાતા (Bank account) માં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ ઓપરેશન માટે 25000 રૂપિયા બેન્ક ખાતા (Bank account) માં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ સિલસિલો યથાવત રહ્યો હતો. ભેજાબાજ યુવતીએ યુવક પાસેથી વીમા પ્રીમિયમ, મેડિકલ, ખરીદી અન્ય જરૂરિયાતો સહિત નિત નવા બહાના હેઠળ અંદાજીત કુલ રૂપિયા 13.79 લાખ પડાવી લીધા હતા.

પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા યુવકે નોંધાવી પોલીસ ફરિયાદ

યુવક દ્વારા તેને લગ્ન માટે પુછવામાં આવતા યુવતીએ બહાના કાઢવાનું શરુ કર્યુ હતુ, પરંતુ સમય જતા યુવકને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું માલુમ પડતા તેણે અંકલેશ્વર શહેર પોલીસ મથક (Ankleshwar city police station) માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભેજાબાજ બંગાળી યુવતીની ધરપકડ (arrest) કરીને વધુ તપાસ શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.