- PCB પોલીસે ઝડપેલા શંકાસ્પદ સેનેટાઈઝરનો જથ્થો નકલી હોવાનો FSL રિપોર્ટમાં થયો ખુલાસો
- ગોરવા પોલીસ સ્ટેશનમાં એ. કે. ઇન્ડસ્ટ્રીઝના માલિક નીતિન કોટવાણી સામે નોંધાઈ ફરિયાદ
- FSLની રિપોર્ટમાં થયો ખુલાસો, સેનિટાઈઝરમાં મિથેનોલનું કરતા હતા મિશ્રણ
- મિથેનોલના ઉપયોગથી ચામડીના રોગ થવાની રહેલી છે શક્યતા
વડોદરા : ગોરવા BIDCમાં આવેલી એક કંપનીમાંથી પોલીસે મંગળવારે મોડીરાતે રેડ પાડી 45.35 લાખનો સેનિટાઇઝરનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે આ અંગે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લીધી હતી અને મોડી સાંજ સુધી પીસીબી PIની ઉચ્ચ અધિકારીઓ સાથ મીટિંગ ચાલી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, સેનિટાઇઝર લારી- ગલ્લા પર પણ વેચાઈ રહ્યા છે.
આ પણ વાંચો : ગોરવા BIDC સ્થિત એ.કે. ઇન્ડસ્ટ્રીઝમાં 50 લાખનું ડુપ્લિકેટ સેનિટાઈઝર મળ્યું
ગોરવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
PCB પોલીસને માહિતી મળી હતી કે, ગોરવા BIDCમાં નીતિન કોટવાણી નામનો શખ્સ એ. કે. ઇન્ડસ્ટ્રીઝના નામે સેનિટાઇઝરનું ઉત્પાદન કરે છે અને તેમા શરીરને હાનિકારક દ્રવ્ય ઉમેરે છે. જેથી રાતે સાડા બાર વાગ્યે PCBની ટીમે ઉપરોક્ત સ્થળે રેઈડ કરી હતી. ફેક્ટરીમાંથી મળેલા સેનિટાઇઝરની ક્વોલિટી ચેક કરવા માટે પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની મદદ લેતા ચોકવનારા ખુલાસા થયા હતા. સેનિટાઇઝરમાં ઝેરી પ્રવાહનો ઉપયોગ થયાનું જણાઈ આવ્યું હતું. પોલીસે 45.35 લાખની કિંમતનો સેનિટાઇઝરનો જથ્થો જપ્ત કર્યો છે અને ગોરવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.