- સોશિયલ ડિસ્ટન્સ બાબતે સમજાવતા ટોળાએ કર્યો હતો હુમલો
- ટોળાએ કુંડવાવ પોલીસ ચોકી અને શહેર પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી તોડફોડ મચાવી
- પોલિસે 34 સામે નામજોગ સહિત 175ના ટોળા સામે ગુનો નોંધી 3ની અટકાયત કરી
ખેડા: કપડવંજની અલી મસ્જિદમાં 20 એપ્રિલના રોજ નમાજ પઢવા માટે એકત્ર થયેલા લોકોને સમજાવા પહોંચેલી પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. જે બાદ ઉશ્કેરાયેલા ટોળાએ કુંડવાવ પોલીસ ચોકી અને શહેર પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કરી તોડફોડ મચાવી હતી.
આ પણ વાંચો : ક્રાઈમ બ્રાન્ચે ખંડણી કેસમાં ગોવા રબારીના સાગરીતની ધરપકડ કરી
પોલિસ વાન, કાર અને બે બાઈકને નુકસાન થયું, એક પોલિસ કર્મીને ઈજા પહોંચી હતી
ટોળાના હુમલામાં પોલિસ સ્ટેશન અને ચોકીના માલસામાન અને ફર્નિચરને તેમજ પોલિસ વાન, કાર અને બે બાઈકને નુકસાન પહોંચ્યુ હતું. તેમજ એક પોલિસ કર્મચારીને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો : કપડવંજ પોલીસ સ્ટેશન પર ટોળાએ કર્યો હુમલો
પોલિસે 34 સામે નામજોગ સહિત 175ના ટોળા સામે ગુનો નોંધી 3ની અટકાયત કરી
હુમલો કરવાના મામલામાં કપડવંજ પોલીસે નામ જોગ 35 તથા 175ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જે સંદર્ભે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે. જેમાં (1) ફારૂકઅલી બદરુહુસેન સૈયદ, (2) સલીમ સમીરભાઈ શેખ તથા (3)આસિફ કાદરભાઈ શેખની અટકાયત કરી છે. ત્રણેયના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા અને કોર્ટે તારીખ 27મી ને 11:00 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.