ETV Bharat / crime

260 કરોડની છેતરપીંડી આચરનાર વિનય શાહની દિલ્હીથી CID ક્રાઈમે કરી ધરપકડ

અમદાવાદ સહિત અલગ અલગ શહેરોના લોકોને લોભામણી અને ગેરકાયદેસર સ્કીમો આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી (Fraud by pulling off a greedy financial scheme) આચરનાર કૌભાંડી વિનય શાહની ગુજરાત પોલીસે ધરપકડ કરી (CID crime arrested vinay shah) છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આર્ચરકેર કંપનીના (archer care digiaid L.L.P company) નામે 260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર વિનય શાહની ઇન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસના આધારે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

260 કરોડની છેતરપીંડી આચરનાર વિનય શાહની દિલ્હીથી CID ક્રાઈમે કરી ધરપકડ
260-crore-scam-vinay-shah-was-finally-caught-by-the-gujarat-police
author img

By

Published : Dec 4, 2022, 12:13 PM IST

અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતો વિનય શાહ આર્ચર કેર ડીજીએડ એલ.એલ.પી કંપની (archer care digiaid L.L.P company) ધરાવીને લોભામણી અને નાણાકીય સ્કીમો બહાર પાડીને હજારો લોકો પાસેથી કંપનીમાં રોકાણ કરાવી છેતરપિંડી (Fraud by pulling off a greedy financial scheme) હાજરી ચાર વર્ષથી ફરાર થઈ ગયો હતો. વિનય શાહ સામે અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના તેમજ CID ક્રાઇમમાં એક અને નિકોલ પોલીસ સ્ટેશનમાં પણ એક એમ કુલ પાંચ છેતરપિંડીના ગુનાઓ નોંધાયા(Fraud offenses reported at nikol police station) હતા અને તે ભારત છોડીને ફરાર થઈ ગયો હતો. જેથી CID ક્રાઇમ એ વિનય શાહને પકડવા માટે રેડ કોર્નર નોટીસ બહાર પાડવા સહિતની કાર્યવાહી કરી હતી જેના આધારે તેની ધરપકડ (CID crime arrested vinay shah) કરવામાં આવી છે.

260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ઝડપાયો: અમદાવાદ સહિત અલગ અલગ શહેરોના લોકોને લોભામણી અને ગેરકાયદેસર સ્કીમો (Fraud by pulling off a greedy financial scheme) આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર કૌભાંડી વિનય શાહની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આર્ચરકેર કંપનીના નામે 260 કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર(Fraud by pulling off a greedy financial scheme) વિનય શાહની ઇન્ટરપોલની મદદથી રેડ કોર્નર નોટિસના આધારે દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

ઇન્ટરપોલ અને અન્ય એજન્સીઓ સાથે મળીને કરી ધરપકડ: આરોપી વિનય શાહ લોકોને ઊંચા વળતરની લાલચો આપી અને રોકાણકારોની સ્કીમમાં (Fraud by pulling off a greedy financial scheme) રોકાણ કરાવી 260 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી, અને ગુનો કર્યા બાદ તે વિદેશ ફરાર થઈ ગયો હતો. મહત્વનું છે કે વિનય શાહની નેપાળ પોલીસે પણ એક ગુનામાં ધરપકડ કરી હતી, જેમાં તેને ત્રણ વર્ષની કેદ થઈ હતી. જો કે આરોપી ભારતમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હોય પોલીસવડા દ્વારા CID ક્રાઇમને આરોપી વિનય શાહને પકડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી CID ક્રાઇમ દ્વારા રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવામાં આવતા તેના આધારે ઇન્ટરપોલ અને અન્ય એજન્સીઓ સાથે CID ક્રાઈમ સતત સંકલનમાં રહીને આરોપીને પકડવા પ્રયાસો કરી રહી હતી.

પૂછપરછ ચાલુ: ઇન્ટરપોલ તથા અન્ય એજન્સીના સહયોગથી વિનય શાહને નેપાળથી નવી દિલ્હી આવતા જ CID ક્રાઇમના સેલે તેને રાઉન્ડઅપ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. જો કે હવે આરોપીની પૂછપરછમાં કેવા ખુલાસાઓ થાય છે અન્ય કોણ કોણ આરોપીઓના નામ ખુલે છે તે પણ સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.