સુરત: શહેરના કવાસ ગામમાં 13 વર્ષીય કિશોરીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા પોલીસ ચોકી થઈ ગઈ હતી. હાલ તો આ મામલે પોલીસે ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માતાએ ફોનમાં વાત કરવા બદલ ઠપકો આપ્યા બાદ કિશોરીને માઠું લાગતા તેણે ઉંદર મારવાની દવામાં મોમાં રાખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
ફોનમાં છોકરા સાથે વાત કરવા બદલ આપ્યો ઠપકો: સુરત શહેરના કવાસગામમાં પાસે રહેતી 13 વર્ષીય કિશોરી ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. તેણે દસ દિવસ પહેલા પોતાના ઘરના છત ઉપર કોઈ છોકરા જોડે વાત કરતા માતાએ પકડી પાડી હતી. ત્યારબાદ માતાએ તેને ઠપકો આપ્યો હતો. કિશોરીને માઠું લાગતા તેણે ઉંદર મારવાની દવા મોમાં રાખી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર બાદ કિશોરી સાજી થઈ ગઈ હતી. ફરીથી ઘરે આવી ગયા હતા પરંતુ ફરીથી તેની તબિયત ખરાબ થતા તેને નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતી. જો કે બે દિવસ સારવાર કરાવ્યા બાદ કિશોરીનું મોત થયું હતું.
આ પણ વાંચો: Nagpur Crime: ધોરણ 10માં ભણતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ, બંને આરોપીની થઈ ધરપકડ
કિશોરીનો આપઘાતનો પ્રયાસ: આ બાબતે મૃતક કિશોરીના પિતાએ જણાવ્યું કે દસ દિવસ પહેલા ઘરની ઉપર તેના મમ્મીનો ફોન લઈને કોઈ છોકરા જોડે વાતચીત કરી રહી હતી. ત્યારે તેની મમ્મીએ તેને આ બાબતે ઠપકો પણ આપ્યો હતો. પરંતુ તેને આ બાબતે ઠપકો આપતા તેને ખોટું લાગી આવતા તેણે ઉંદર મારવાની દવા મોંમાં રાખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં બે ત્રણ દિવસ સુધી સારવાર ચાલી હતી અને શિવાની સારી પણ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: Vadodara Crime : વડોદરાના પાદરામાં પરણીત યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા સાચું કારણ બહાર આવશે: વધુમાં કિશોરીના પિતાએ જણાવ્યું કે બે દિવસ પહેલા દીકરીની તબિયત ફરીથી ખરાબ થતા તેને નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં બે દિવસ સુધી સારવાર ચાલ્યા બાદ તેનું 25 જાન્યુઆરીએ સવારે અચાનક જ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ તો પોલીસે આ મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતહેદ પીએમ માટે મોકલી આપેલ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવી શકશે.